Jharkhand : એક તરફ JMM ની મહત્ત્વની બેઠક, બીજી તરફ CM સોરેનના સંબંધીઓને ત્યાં ED ના દરોડા
ઝારખંડમાં (Jharkhand) હાલ રાજકીય ઘમાસાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ત્યારે આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્ય સરકારના નજીકના મનાતા કેટલાક બિઝનેસમેનોના સ્થળો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ (ED) દરોડા પાડ્યા છે. માહિતી મુજબ, રાંચી સહિત 10 સ્થળે ED એ દરોડા પાડ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર, રાંચીના (Ranchi) પિસ્કા મોડ ખાતે એક આર્કિટેક્ટના ઘરે અને સાથે જ રાતૂ રોડ સ્થિત રોશન નામના એક શખ્સેના કેટલાક ઠેકાણે દરોડાની આ કાર્યવાહી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ED દ્વારા વિનોદ કુમાર નામના એક શખ્સને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે, વિનોદ કુમારના રાંચીમાં કેટલાક નેતાઓ સાથે સારા સંબંધ છે. રાંચીના પિસ્કા મોડ, રાતૂ રોડ ખાતે રહેતા રોશન નામના શખ્સના કેટલાક સ્થળે પણ ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઝારખંડ, રાજસ્તાન, પં. બંગાળમાં દરોડા
આ સાથે જ રાતૂ રોડ ખાતે રહેતા અભિષેક પ્રસાદ (Abhishek Prasad) ઉર્ફે પિંટૂના સ્થળે પણ ઈડીની રેડ પડી છે. કેટલાક સૂત્રોએ જણાવ્યું કે, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના (Hemant Soren) મીડિયા સલાહકારો પણ EDની રડાર પર છે. જ્યારે મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર પિન્ટુ ઉર્ફે અભિષેક પ્રસાદ પર ધરપકડની તલવાર લટકી રહી છે. ઝારખંડમાં (Jharkhand) ગેરકાયદે ખનન સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી ED દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ED દ્વારા એક ડઝનથી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર ખનન મામલે ઈડી દ્વારા સાહેબગંજના (Sahibganj) ડેપ્યુટી કલેક્ટર રામ નિવાસને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત, સાહેબગંજમાં કાર્યરત DSP રાજેન્દ્ર દુબેને ત્યાં પણ ઇડી દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, એજન્સી દ્વારા ઝારખંડના રાંચી, હજારીબાગ, દેવઘર સહિત રાજસ્થાનના (Rajasthan) જયપુર, પશ્ચિમ બંગાળના કોલકાતામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આજે JMM ગઠબંધનની બેઠક
આ વચ્ચે ઝારખંડમાં (Jharkhand) સત્તારૂઢ પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતૃત્વ હેઠળના ગઠબંધને આજે તેના ધારાસભ્યોની મહત્ત્વની બેઠક બોલાવી છે. જો કે, આ બેઠક પહેલા જ રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) દરોડા કાર્યવાહી ચાલી રહી છે. ઝારખંડ મુક્તિ મોરચાના ઘણા નેતાઓના સ્થળે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું હેમંત સોરેનની જગ્યાએ તેમની પત્ની કલ્પના સોરેન ઝારખંડના CM બનશે કે નહીં?
કલ્પના સોરેન બનશે CM?
ઝારખંડમાં (Jharkhand) વિપક્ષ ભાજપે આરોપ લગાવ્યો છે કે સરફરાઝ અહેમદને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે, જેથી સોરેન સામે ED ની કાર્યવાહી થાય તો મુખ્યમંત્રીની પત્ની કલ્પના સોરેન (Kalpana Soren) તેમની સીટ ગાંડેયથી ચૂંટણી લડી શકે. જણાવી દઈએ કે, EDએ અત્યાર સુધી હેમંત સોરેનને 7 સમન્સ મોકલ્યા છે. જો કે, સોરેને તેને અવગણ્યા છે.
આ પણ વાંચો - Mahua Moitra : ફરી વિવાદમાં સપડાયા TMC નેતા મોઇત્રા, હવે આ શખ્સે લગાવ્યો જાસૂસીનો આરોપ!