Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand CM હેમંત સોરેને RSS ની ઉંદરો સાથે કરી સરખામણી

CM હેમંત સોરેને RSS ની સરખામણી ઉંદર સાથે કરી! RSSએ રાજ્યમાં 'ઉંદરોની જેમ' ઘૂસણખોરી કરી હેમંત સોરેનના નિવેદન પર ભાજપે કર્યો પલટવાર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને (Jharkhand Chief Minister Hemant Soren) બુધવારે રાચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની તુલના...
jharkhand cm હેમંત સોરેને rss ની ઉંદરો સાથે કરી સરખામણી
  • CM હેમંત સોરેને RSS ની સરખામણી ઉંદર સાથે કરી!
  • RSSએ રાજ્યમાં 'ઉંદરોની જેમ' ઘૂસણખોરી કરી
  • હેમંત સોરેનના નિવેદન પર ભાજપે કર્યો પલટવાર

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને (Jharkhand Chief Minister Hemant Soren) બુધવારે રાચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની તુલના "ઉંદરો" (Rats) સાથે કરી અને તેના પર ચૂંટણીના ફાયદા માટે રાજ્યમાં સાંપ્રદાયિક સંવાદિતાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેમણે ચંપાઈ સોરેનને પણ આડકતરી રીતે ટોણો માર્યો હતો.

Advertisement

RSS ઉંદરોની જેમ રાજ્ય પર હુમલો કરી રહી છે : Jharkhand CM

રાંચીથી વર્ચ્યુઅલ રીતે એક રેલીને સંબોધતા, સોરેને દાવો કર્યો હતો કે ભાજપ ઝારખંડમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે વિખવાદ પેદા કરી રહ્યું છે અને આમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સંડોવણી તરફ ધ્યાન દોર્યું. સોરેને ભોગનાડીહ, સાહિબગંજમાં રેલી દરમિયાન કહ્યું હતું કે RSS ઉંદરોની જેમ રાજ્ય પર હુમલો કરી રહી છે અને તેનો નાશ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે તમે તેમને 'હાંડિયા' અને 'દારૂ' સાથે ગામડાઓમાં પ્રવેશતા જુઓ, ત્યારે તેમનો પરત મોકલી દો. તેઓ ચૂંટણી પહેલા રાજકીય લાભ માટે કોમી અશાંતિ અને તણાવ ઉભો કરવા માંગે છે. તેમજ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપને ઉદ્યોગપતિઓની પાર્ટી ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, તેઓ તેમના એજન્ડા માટે રાજકીય નેતાઓને ખરીદી રહ્યા છે. આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ નિવેદનને લઈને વિપક્ષી પાર્ટીઓ હેમંત સોરેન પર જોરદાર નિશાન સાધી રહી છે.

Advertisement

હેમંત સોરેનના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો

હેમંત સોરેનના આ નિવેદન પર ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા અને BJP નેતા અમર કુમાર બૌરીએ તરત જ પલટવાર કર્યો. તેમણે કહ્યું, "હેમંત સોરેને RSS ની સરખામણી ઉંદરો સાથે કરી છે. આ તે હિન્દુ સિંહોનું અપમાન છે જેઓ સનાતન ધર્મની ભવ્યતા પુનઃસ્થાપિત કરવા માટે સતત કામ કરી રહ્યા છે. સોરેન જ્યોર્જ સોરોસની તર્જ પર કામ કરી રહ્યા છે. તે એક રાજકીય નફા માટે બાંગ્લાદેશી ઘૂસણખોરો સુરક્ષા આપી રહ્યા છે." જણાવી દઈએ કે, સોરોસ હંગેરિયનમાં જન્મેલા અમેરિકન અબજોપતિ છે. ભાજપ તેમના પર ભારતીય લોકતાંત્રિક વ્યવસ્થાને નિશાન બનાવવાનો આરોપ લગાવી રહી છે જેથી તેમના દ્વારા ચૂંટાયેલા લોકોને સરકાર ચલાવવાની તક મળે.

આ પણ વાંચો:  Defamation Case : સંજય રાઉતને 15 દિવસની જેલની સજા

Advertisement

Tags :
Advertisement

.