Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu-Kashmir Election : શું કોંગ્રેસથી નારાજ છે Omar Abdullah? ચાલુ મતદાને આપ્યું આ નિવેદન

ઓમર અબ્દુલ્લાએ ચાલુ મતદાને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ બીજા તબક્કામાં પણ જીતની આશા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં અત્યારે વિધાનસભાની ચૂંટણી (assembly elections) ના બીજા તબક્કાનું મતદાન (Voting for the second phase) ચાલી રહ્યું છે....
jammu kashmir election   શું કોંગ્રેસથી નારાજ છે omar abdullah  ચાલુ મતદાને આપ્યું આ નિવેદન
  • ઓમર અબ્દુલ્લાએ ચાલુ મતદાને રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
  • ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ
  • બીજા તબક્કામાં પણ જીતની આશા

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં અત્યારે વિધાનસભાની ચૂંટણી (assembly elections) ના બીજા તબક્કાનું મતદાન (Voting for the second phase) ચાલી રહ્યું છે. આ તબક્કામાં 26 બેઠકો માટે રાજ્યની જનતા મતદાન કરી રહી છે. ત્યારે આ યાદીમાં ઘણી હોટ બેઠકોના નામ સામેલ છે. જેમા એક બેઠક જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) ની છે. જેઓ પોતાના પરિવારના ગઢ ગંદેરબલથી ચૂંટણી લડી રહ્યા છે. તાજેતરમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન ઓમર અબ્દુલ્લાએ પોતાના સહયોગી કોંગ્રેસ પાર્ટી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

Advertisement

ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ

કોંગ્રેસ પાર્ટીએ રાજ્યની ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) ની પાર્ટીને સહયોગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સમાચાર મળી રહ્યા છે કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કોંગ્રેસથી ખૂબ નારાજ છે. આજે એટલે કે બુધવારે તેમણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ છોડ્યા નથી. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમને આશા છે કે રાહુલ ગાંધી જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે કોંગ્રેસે કાશ્મીરમાં કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કાશ્મીરમાં 2-3 બેઠકો પર પ્રચાર કર્યો હતો. અમને લાગ્યું કે હવે તે જમ્મુ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કોંગ્રેસે કાશ્મીરમાં જે કર્યું તે જરૂરી નથી, પરંતુ જમ્મુમાં જે કર્યું તેની અસર પડશે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસે જમ્મુમાં અમારી અપેક્ષા મુજબ કંઈ કર્યું નથી.

Advertisement

જમ્મુ કાશ્મીર ચૂંટણી

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પ્રથમ તબક્કાનું મતદાન સારું રહ્યું. અમે બીજા તબક્કામાં પણ જીતની આશા રાખીએ છીએ. જણાવી દઈએ કે ઓમર અબ્દુલ્લા બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યાા છે. તેઓ ગંદેરબલ અને બડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. બંને સીટો પર PDP સહિત ઘણા ઉમેદવારોએ તેમને ટક્કર આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં જ્યારે ઓમર અબ્દુલ્લાની પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે ત્યારે મહેબૂબા મુફ્તીની પાર્ટી PDP એ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે,  જમ્મુ-કાશ્મીરમાં આજે બે તબક્કાનું મતદાન પૂર્ણ થશે. રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.

આ પણ વાંચો:  જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન શરૂ, આજે રાજ્યની જનતા કરશે અનેક દિગ્ગજોના ભાવિનો નિર્ણય

Advertisement

Tags :
Advertisement

.