Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે? ચૂંટણી પંચે આપ્યા આ સંકેત

ચૂંટણી પંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 2જી માર્ચે મતગણતરી થવાની છે.ચૂંટણીના સંકેતચૂંટણીપંચે આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાના સંકેતો આપ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાà
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે  ચૂંટણી પંચે આપ્યા આ સંકેત
Advertisement
ચૂંટણી પંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી આયોગે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 2જી માર્ચે મતગણતરી થવાની છે.
ચૂંટણીના સંકેત
ચૂંટણીપંચે આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાના સંકેતો આપ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યું કે, તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં હવામાન અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી યોજાશે.
સંભવિત સમય
એવી પણ ચર્ચા છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષના મધ્યમાં કર્ણાટક સાથે વિધાનસભા ચૂંટણી યોજી શકે છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી મે 2023 પહેલા યોજાવાની શક્યતાઓ છે.
આ સ્થિતિના આધારે તારીખ નક્કી થશે
ચૂંટણીપંચે (Election Commission of India) જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીને લઈને કહ્યું કે, ડિલિમિટેશન અને SSRની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. એ સિવાય પોલિંગ બૂથને ફિક્સ કરવાની પ્રક્રિયા પણ પુરી કરી દેવામાં આવી છે. બધી તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે. અમને ખ્યાલ છે કે, જો ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે તો મતદાન થવું જોઈએ. હવામાન અને સુરક્ષાની સ્થિતિની સાથે સાથે અન્ય રાજ્યોના શેડ્યુલ જોતા નક્કી કરવામાં આવશે કે ચૂંટણી ક્યારે યોજાશે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા
વર્ષ 2019 પહેલા જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir) રાજ્યમાં એક દ્વિસદનીય વિધાનસભા હતી. જેમાં નિચલું ગૃહ એટલે વિધાનસભા અને ઉપલું ગૃહ  એટલે વિધાન પરિષદ અને તેનો કાર્યકાળ 6 વર્ષનો હતો જોકે હવે 5 વર્ષનો થઈ ચુક્યો છે. ઓગસ્ટ 2019માં ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019 એ તેને એકસદનની વિધાનસભામાં તબદીલ કરી દીધી, સાથે જ રાજ્યનું પૂનર્ગઠન કરી તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો હતો.
2018માં વિધાનસભા ભંગ
21 નવેમ્બર 2018ના રોજ રાજ્યપાલ દ્વારા જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી. 6 મહિનાની અંદર નવી ચૂંટણી યોજાવાની આશા હતી પરંતુ બાદમાં નવા નિર્વાચન ક્ષેત્રની સરહદોઓ અને અમલીકરણની મંજુરી આપવા માટે વિધાનસભા ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી.
સીટોનું ગણિત
વર્ષ 2019માં આર્ટિકલ 370 હટાવી દેવામાં આવતા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પણ સમાપ્ત થયો હતો અને રાજ્ય 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાયું હતું. ત્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 87 સીટો હતી. તેમાંથી 46 કાશ્મીર ડિવિઝનમાં, 37 જમ્મુ અને 4 સીટો લદ્દાખ વિસ્તારમા હતી. 24 સીટો POJK માટે હતી જે ખાલી રહેતી હતી. ટેક્નિકલી જોતા ત્યારે 111 સીટો હતી જેમાં 87 પર ચૂંટણી થતી હતી. હવે 114 સીટો હશે જેમાંથી 90 પર ચૂંટણી થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

Vadodara Accident : બેફામ કારચાલકે સર્જ્યો ભયંકર અકસ્માત, કાળજુ કંપાવી દેતા CCTV આવ્યા સામે

featured-img
video

ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો

featured-img
video

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

featured-img
video

Ahmedabad: ધાર્મિક કામની આડમાં મેલી મુરાદ, શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ

featured-img
video

કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો

featured-img
ગુજરાત

GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

×

Live Tv

Trending News

.

×