Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir : ડૉ. ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલીઓ વધી! ED એ ફટકાર્યું સમન્સ, આજે થશે પૂછપરછ

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાની (Dr. Farooq Abdullah) મુશ્કેલીઓ વધી છે. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) એ ડૉ. ફારૂક અબ્દુલ્લાને નોટિસ ફટકારી છે અને 11 જાન્યુઆરી, રવિવારના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. માહિતી...
10:59 AM Jan 11, 2024 IST | Vipul Sen

જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લાની (Dr. Farooq Abdullah) મુશ્કેલીઓ વધી છે. બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) એ ડૉ. ફારૂક અબ્દુલ્લાને નોટિસ ફટકારી છે અને 11 જાન્યુઆરી, રવિવારના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. માહિતી મુજબ, ED એ પ્રિવેંશન ઑફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ડૉ. ફારૂક અબ્દુલ્લાને આ નોટિસ ફટકારી છે.

માહિતી મુજબ, ઇડીએ 26 જુલાઈ, 2022ના રોજ આ કેસ હેઠળ કોર્ટમા ચાર્જશીટ પણ દાખલ કરી હતી. આ સિવાય, આ કેસમાં ડો. ફારૂક (Dr. Farooq Abdullah) અને અન્ય આરોપીઓની લગભગ રૂ. 21.55 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) માં રૂ. 43.69 કરોડના કથિત કૌભાંડ મામલે સંડોવણીના આધારે ડૉ. ફારૂક અબદુલ્લા વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે.

બીસીસીઆઈ (BCCI) દ્વારા વર્ષ 2001-12 દરમિયાન JKCA ને જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) ક્રિકેટ અને સંબંધિત ગતિવિધિઓના વિકાસ માટે રૂ. 112 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે તે સમયે ડૉ. ફારૂક અબદુલ્લા JKCA ના ચેરમેન હતા. આરોપ છે કે, જેકેસીએના તત્કાલિન પદાધિકારીઓએ બીસીસીઆઈ (BCCI) દ્વારા આપવામાં આવેલી રકમમાંથી રૂ. 46.3 કરોડની ઉચાપત કરી ગયા હતા.

CBI એ તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી

શરૂઆતમાં આ મામલાની તપાસ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. બાદમાં તપાસની જવાબદારી સીબીઆઈને (CBI) સોંપવામાં આવી હતી. સીબીઆઈએ તેની તપાસમાં કૌભાંડની પુષ્ટિ કરતા 11 જુલાઈ 2018ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં ડૉ. ફારૂકને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. ED એ પણ CBI ની ચાર્જશીટના આધારે વર્ષ 2020 માં કેસ નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, ED એ અગાઉ પણ ડૉ. ફારૂક અબ્દુલ્લાની પૂછપરછ કરી હતી અને જુલાઈ, 2022 માં રૂ. 50 કરોડના ટ્રાન્ઝેક્શન શોધીને ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં પણ ડૉ. ફારૂકને આરોપી બનાવવામાં આવ્યા છે અને કોર્ટે તેમને હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. ED ના અધિકારીઓએ જણાવ્યું કે, ડૉ. ફારૂકને બુધવારે જ નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમને શ્રીનગરમાં ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો - Prana Pratishtha : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે લાલકૃષ્ણ અડવાણી

Tags :
BCCICBIDr. Farooq AbdullahEnforcement DirectorateGujarat FirstGujarati NewsJammu and Kashmirjammu and kashmir policeJKCANational Conferencenational news
Next Article