કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વકતવ્યમાં Gujarat First નાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનો કર્યો ઉલ્લેખ
- કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉદયપુરની મુલાકાતે
- ઓલ ઈન્ડિયા વોટર મિનિસ્ટર કોન્ફરન્સમાં હાજરી આપી
- સી.આર.પાટીલે વકતવ્યમાં ડૉ. વિવેક કુમાર ભટ્ટનો ઉલ્લેખ કર્યો
- 'મૂળ રાજસ્થાનનાં ડુંગરપુરનાં ગુજરાતનાં પત્રકારે મોરન નદીને ફરીથી જીવિત કરી'
રાજસ્થાનનાં (Rajasthan) ઉદયપુરમાં યોજાયેલ ઓલ ઈન્ડિયા વૉટર મિનિસ્ટર કૉન્ફરન્સમાં (All India Water Ministers Conference) કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે જળસંચયનું મહત્ત્વ સમજાવતા લુપ્ત થઈ ગયેલી નદીને પુનર્જીવિત કરવાનાં કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ડુંગરપુર જિલ્લામાં ખડગદા ગામે આવેલ મોરન નદીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે કેવી રીતે જનજાગૃતિ અને સામૂહિક જનભાગીદારીથી એક લુપ્ત થઇ ગયેલી નદી ફરીથી પુનર્જીવિત થઈ શકે છે. આ તકે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનાં (Dr. Vivek Kumar Bhatt) પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વખાણ કર્યા હતા.
આ પણ વાંચો - Bharuch: ‘શું આદિવાસી લોકો પ્રગતિ ના કરી શકે?’ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીથી આદિવાસી સમાજમાં રોષ
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી C.R. Patil ઉદયપુરમાં
ઓલ ઈન્ડિયા વોટર મિનિસ્ટર કોન્ફરન્સમાં આપી હાજરી
સી.આર.પાટીલે વકતવ્યમાં Dr.Vivek Kumar Bhatt નો ઉલ્લેખ કર્યો
જનભાગીદારીથી જળસંચયનું ઉદાહરણ આપતા કર્યાં યાદ
'Gujarat ના Dungarpur ના પત્રકારે મોરન નદીને ફરીથી જીવિત કરી' @vishvek11… pic.twitter.com/TpfaSKeLUj— Gujarat First (@GujaratFirst) February 21, 2025
'ખડગદા ગામલોકો પાસેથી જળસંચયના મહત્ત્વ વિશે સમજવું જોઈએ'
ઉદયપુરમાં (Udaipur) યોજાયેલ ઓલ ઈન્ડિયા વૉટર મિનિસ્ટર કૉન્ફરન્સમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Patil) લુપ્ત થઈ ગયેલી નદીને પુનર્જીવિત કરવાનાં કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. ડુંગરપુર જિલ્લાનાં (Dungarpur) ખડગદા ગામે આવેલ મોરન નદી જનજાગૃતિ અને સામૂહિક જનભાગીદારીથી કેવી રીતે પુનર્જીવિત થઈ તે અંગે વાત કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ આ તકે ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First News) ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટનાં (Dr. Vivek Kumar Bhatt) પ્રયાસોથી કેવી રીતે મોરન નદીને પુનર્જીવિત કરવાનાં સંઘર્ષનો પ્રારંભ થયો તે યાદ અપાવ્યું હતું. તેમણે આખા ઘટનાક્રમને ફરીથી યાદ કરાવતા કહ્યું હતું કે, 'જનતા ધારે તો શું ન કરી શકે, જેવી રીતે ખડગદા ગામનાં લોકોએ મોરન નદીને પુનર્જીવિત કરવા સરકાર પાસેથી એક રૂપિયો પણ ન લીધો.' સાથે જ તેમણે ઉમેર્યું કે, 'જળસંચયનું મહત્ત્વ સમજવું હોય તો ખડગદા ગામનાં લોકો પાસેથી સમજવું જોઈએ.'
-કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ ઉદયપુરમાં વોટર મિનિસ્ટર કોન્ફરન્સમાં હાજર
-સી.આર.પાટીલે વકતવ્યમાં ડૉ.વિવેક કુમાર ભટ્ટનો ઉલ્લેખ કર્યો
-'ગુજરાતના ડુંગરપુરના પત્રકારે મોરન નદીને ફરીથી જીવિત કરી'
-'ખડગદા ગામમાં લોકોમાં જાગૃતિ ફેલાવી મોરન નદીને કરી જીવિત'
-'ખડગદા ગામલોકો પાસેથી… pic.twitter.com/5L9cxsOr9Q— Gujarat First (@GujaratFirst) February 21, 2025
આ પણ વાંચો -Gandhinagar: ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા વિધેયક - 2025’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમત્તે પસાર
'કોઈએ ટ્રેક્ટર આપ્યું, કોઈએ JCB આપ્યું, કોઈએ શ્રમદાન કર્યું'
કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Patil) કહ્યું હતું કે, 'પહેલા મોરન નદીમાં ખૂબ જ કચરો હતો, પ્રદૂષણ હતું. પરંતુ, મૂળ ડુંગરપુરનાં ગુજરાતનાં પત્રકારે ખડગદા ગામનાં (Khadgada) લોકોમાં જાગૃતિ ફેલાવી અને ગ્રામજનોની જનભાગીદારીથી નદીમાંથી કચરો દૂર કરી સાફ-સફાઈ કરાઈ. કોઈએ ટ્રેક્ટર આપ્યું, કોઈએ JCB આપ્યું તો કોઈએ શ્રમદાન કર્યું. આ જનઅભિયાન માટે ગામનાં લોકોએ સરકાર પાસેથી એક રુપિયાની પણ સહાય ન લીધી. જળસંચયનું આ મિશન દેશ માટે મિસાલ સમાન છે.'
આ પણ વાંચો - Gandhinagar : Board Exams આપતા વિદ્યાર્થીઓ માટે ST નિગમનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા!