Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jaipur Robbery Case: ભાઈએ જ બહેનના ઘરે કરોડોની લૂંટ મચાવી મિત્રો સાથે મળી

Jaipur Robbery Case: રાજસ્થાનના જયપુરમાં નાકાબંધી દરમિયાન પોલીસને નોટોથી ભરેલી બેગ મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નોટોની સંખ્યા એટલી બધી હતી કે નોટો ગણનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવો પડ્યો. જ્યારે પોલીસકર્મીઓએ નોટો ગણવાનું શરૂ કર્યું તો તેઓના...
jaipur robbery case  ભાઈએ જ બહેનના ઘરે કરોડોની લૂંટ મચાવી મિત્રો સાથે મળી

Jaipur Robbery Case: રાજસ્થાનના જયપુરમાં નાકાબંધી દરમિયાન પોલીસને નોટોથી ભરેલી બેગ મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નોટોની સંખ્યા એટલી બધી હતી કે નોટો ગણનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવો પડ્યો. જ્યારે પોલીસકર્મીઓએ નોટો ગણવાનું શરૂ કર્યું તો તેઓના પણ હોશ ઉડી ગયા.

Advertisement

  • ભાઈએ જ બહેનના ઘરે કરોડોની લૂંટ મચાવી

  • સહયોગીઓ સાથે મળીને ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી

  • ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે

પોલીસે જણાવ્યું હતું કે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તેઓએ ચાર બાઇક સવાર યુવકોને રોક્યા હતા અને તેમાંથી ત્રણ અંધારાનો લાભ લઇને ભાગી હતા. પરંતુ એક ઝડપાઈ ગયો હતો. તેના હાથમાં એક થેલી હતી જેમાં 500 રૂપિયાની નોટોના બંડલ હતા. નોટો ગણતા ખબર પડી કે લગભગ 1.5 કરોડ રૂપિયા છે. પોલીસે તેની પૂછપરછ કરતાં લૂંટની સંપૂર્ણ ઘટના સામે આવી હતી.

સહયોગીઓ સાથે મળીને ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી

પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેની સાથે વિકાસ નામનો ગુનેગાર હતો, જેની બહેનના ઘરે તેણે લૂંટ ચલાવી હતી. સીઆઈ સુરેન્દ્ર કુમારે જણાવ્યું કે બંશીલાલ નામના વ્યક્તિએ ખાટુશ્યામ જીમાં કેસ નોંધાવ્યો હતો કે તેના સાળા વિકાસે તેના સહયોગીઓ સાથે મળીને ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી હતી. આ પૈસા તેની પાસે જમીન વેચીને આવ્યા હતા.

Advertisement

ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે

આ પૈસાથી તેણે અન્ય જગ્યાએ જમીન ખરીદવી હતી. સાળા વિકાસની નજર આ પૈસા પર પડી અને તેણે તેના સાગરિતો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ અન્યની શોધખોળ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: Jaipur Jewellery Fraud: વિદેશી મહિલાને રુ. 300 ના દાગીના 6 કરોડમાં વેચ્યા

Advertisement

Tags :
Advertisement

.