Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Indian Army Chief: 30 જૂને લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય આર્મીના ચીફ બનશે

Indian Army Chief: ભવિષ્યમાં લેફ્ટનન્ટ જનરલ (Lt. Gen) Upendra Dwivedi ભારતીય સેનાના નવા પ્રમુખ બનશે. ત્યારે હાલમાં ભારતીય સેનાના પ્રમુખ મનોજ પાંડે છે. જોકે તેમનો 30 જૂનના રોજ ભારતીય સેનાના પ્રમુખ પદ કરથી કાર્યાભાળ પૂરો થઈ રહ્યો છે. તે ઉપરાંત...
11:32 PM Jun 11, 2024 IST | Aviraj Bagda
Lt Gen Upendra Dwivedi to be next Army chief

Indian Army Chief: ભવિષ્યમાં લેફ્ટનન્ટ જનરલ (Lt. Gen) Upendra Dwivedi ભારતીય સેનાના નવા પ્રમુખ બનશે. ત્યારે હાલમાં ભારતીય સેનાના પ્રમુખ મનોજ પાંડે છે. જોકે તેમનો 30 જૂનના રોજ ભારતીય સેનાના પ્રમુખ પદ કરથી કાર્યાભાળ પૂરો થઈ રહ્યો છે. તે ઉપરાંત આ વર્ષે ભારતીય સેનાએ જનરલ મનોજ પાંડેના હેઠળ અનેક ઓપરેશન પાર પાડ્યા છે.

તો Lt. Gen Upendra Dwivedi એ લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ Lt. Gen Upendra Dwivedi એ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ Lt. Gen Upendra Dwivedi 2022-2024 સુધી નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.

દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા

Lt. Gen Upendra Dwivedi મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યા છે. 39 વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન, તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં Assam Rifles ના સેક્ટર Commander અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.

આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં પણ યોગદાન આપ્યું

Lt. Gen Upendra Dwivedi એ પશ્ચિમી સરહદો પર રાઇઝિંગ સ્ટાર કોર્પ્સની કમાન પણ સંભાળી હતી. Lt. Gen Upendra Dwivedi પણ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથેની વાતચીતમાં સામેલ હતા. ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે માઉન્ટેન ડિવિઝન, સ્ટ્રાઈક કોર્પ્સ અને આર્મી હેડક્વાર્ટરમાં પણ મહત્વના હોદ્દા પર કામ કર્યું છે. તેમણે સુરક્ષા દળોને આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં પણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, સર્ચ ઓપરેશન શરૂ

Tags :
ArmyArmy ChiefGujarat FirstIndian Army ChiefIndian-ArmyLt. Gen Upendra Dwivedisoldiers
Next Article