આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા
અહેવાલ - કૌશિક છાયા
મનોજ પાંડે ખાસ હવાઈ માર્ગે આવ્યા હતા અને પ્રથમ લખપત તાલુકાના કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને આર્શીવાદ મેળવ્યા હતા. તેમને મંદિરના પુજારીએ પૂજન વિધિ કરાવી હતી.
મનોજ પાંડેએ હવાઈ માર્ગે બોર્ડર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. કોટેશ્વરમાં સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક યોજી હતી. બોર્ડર વિસ્તારની ગતિવિધિ અંગે વાકેફ થયા હતા. તેઓએ હરામીનાડા, સીરક્રિક, કૉરીક્રિકની માહિતી મેળવી હતી. દરિયાઇ અને રણ સરહદની માહિતી મેળવી હતી. તેમની મુલાકાતને લઈને તમામ એજન્સીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય એ છે કે કોટેશ્વરમાં તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યા હતા અને તેમણે મુરિંગ પ્લેસ સાથે બોર્ડરની ચોકીઓ પણ ખુલ્લી મૂકી હતી. સરહદની સુરક્ષાને લઈને તેમણે જવાનોને અભિનંદન પણ આપ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે