Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indus Waters Treaty : ભારતે સિંધુ સમજૂતી પર લગાવી રોક, જાણો કેવી રીતે પાકિસ્તાન એક-એક પાણીનાં ટીપા માટે તરસશે!

Pakistan Indus Water Treaty: કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો...
indus waters treaty   ભારતે સિંધુ સમજૂતી પર લગાવી રોક  જાણો કેવી રીતે પાકિસ્તાન એક એક પાણીનાં ટીપા માટે તરસશે
Advertisement

Pakistan Indus Water Treaty: કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠકમાં, 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાનની જીવાદોરી કહેવાતી સિંધુ અને તેની સહાયક નદીઓના પાણી પર ભારત નિયંત્રણ મેળવતાંની સાથે જ ત્યાંના લોકો પાણી માટે ટળવળશે.સિંધુ અને તેની ઉપનદીઓ ચાર દેશોમાંથી વહે છે. એટલું જ નહીં, 21 કરોડથી વધુ વસ્તીની પાણીની જરૂરિયાતોની પરિપૂર્ણતા આ નદીઓ પર આધારિત છે.

Advertisement

સિંધુ જળ સમજૂતી શું છે ?

  • 1947માં આઝાદી મળ્યાં બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે થયા હતો પાણી વિવાદ
  • 1949માં અમેરિકાના એક્સપર્ટ ડેવિડ લિલિયેન્થલે પાણીની સમસ્યાને લઈને સલાહ આપી
  • લિલિયેન્થલે બંને દેશોને સલાહ આપી કે આ મામલે વિશ્વ બેંક પાસેથી મદદ પણ લઈ શકો છો
  • સપ્ટેમ્બર 1951માં વિશ્વ બેંકના અધ્યક્ષ યૂજીન રોબર્ટ બ્લેકે મધ્યસ્થતા કરવાનું સ્વીકાર્યું
  • જે બાદ સમજૂતીને લઈને લગભગ 10 વર્ષ સુધી વાતચીત ચાલી
  • 19 સપ્ટેમ્બર, 1960નાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સમજૂતી થઈ તેને સિંધુ જળ સંધિ કહેવાય છે
  • તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા
  • ભારતને પૂર્વ ભાગની ત્રણ નદીઓ, જેમ કે બિયાસ, રાવી અને સતલજ પર નિયંત્રણ આપવામાં આવ્યું
  • પાકિસ્તાનને સિંધુ, ચિનાબ અને ઝેલમ એમ એ ત્રણ નદીઓ પર નિયંત્રણ આપવામાં આવ્યું
  • ભારત આ નદીના 20 ટકા પાણીનો અને પાકિસ્તાન 80 ટકા પાણીનો ઉપયોગ કરી શકશે

નહેરુ અને અયુબ વચ્ચે કરાર થયા હતા

સપ્ટેમ્બર ૧૯૫૧માં, વિશ્વ બેંકના પ્રમુખ યુજેન રોબર્ટ બ્લેક મધ્યસ્થી કરવા સંમત થયા. આ બેઠકોનો સિલસિલો લગભગ 10 વર્ષ સુધી ચાલુ રહ્યો અને વર્ષોની વાટાઘાટો પછી, 19 સપ્ટેમ્બર 1960 ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી અંગે એક કરાર થયો. તેને 1960 ની સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ સંધિ પર ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અયુબ ખાને રાવલપિંડીમાં હસ્તાક્ષર કર્યા હતા.

Advertisement

આ પણ  વાંચો -Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલાને લઈ ભારત સરકારનો સૌથો મોટો નિર્ણય

સિંઘુ જળ સમજૂતી રદ થાય તો પાકિસ્તાનને શું થશે અસર ?

  • સિંધુ નદી પાકિસ્તાન માટે જીવાદોરી
  • સિંધુ નદીનું 80 ટકા પાણી પાકિસ્તાનને મળે છે
  • સમજૂતી રદ થવાથી સિંચાઈ માટે પાકિસ્તાનને પાણીની થશે અછત
  • કૃષિ ઉત્પાદનને ખુબજ મોટી પડશે અસર
  • પાકિસ્તાનના ઉદ્યોગો પણ નદીના પાણીનો કરે છે ઉપયોગ
  • પાકિસ્તાનના ઉદ્યોગોને ખુબજ મોટો પડશે ફટકો
  • ઔધ્યોગિક ઉત્પાદન ઓછુ થશે આર્થિક ફટકો પડશે
  • પાકિસ્તાનના લાખો લોકો સિંધુ નદીના પાણીનો કરે છે ઉપયોગ
  • પાકિસ્તાનને પીવાના પાણીના પડશે ફાફા

આઝાદી પછી પાણીનો વિવાદ વકર્યો હતો

1947 માં આઝાદી પછી પાણીનો વિવાદ શરૂ થયો હતો. 1948 માં ભારતે પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાનમાં સમસ્યાઓ ઊભી થઈ હતી. ત્યારબાદ કરાર સાથે પાણી પુરવઠો શરૂ થયો. તે પછી, વર્ષ 1949 માં, એક અમેરિકન નિષ્ણાત ડેવિડ લિલિએન્થલે આ સમસ્યાને રાજકીય સ્તરથી લઈને ટેકનિકલ અને વ્યવસાયિક સ્તર સુધી ઉકેલવાની સલાહ આપી. લિલિએન્થલે વિશ્વ બેંક પાસેથી મદદ લેવાની પણ ભલામણ કરી હતી.

આ પણ  વાંચો -Pahalgam Attack: હુમલામાં ફસાયેલા પ્રોફેસરે આતંકીઓને એવું કહ્યું કે જીવતાં....

આ સંધિની શરતો 1961 થી અમલમાં આવી હતી

સંધિની શરતો 12  જાન્યુઆરી 1961  થી લાગુ કરવામાં આવી હતી. આ રીતે બંને દેશો વચ્ચેનો એક મોટો વિવાદ ઉકેલાઈ ગયો. આ સંધિ હેઠળ, ભારતથી પાકિસ્તાન તરફ વહેતી 6 નદીઓના પાણીનું વિતરણ નક્કી કરવામાં આવ્યું હતું. ભારતને 3 પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ અને સતલજ) ના પાણી પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો. બાકીની 3 પશ્ચિમી નદીઓ (જેલમ, ચિનાબ, સિંધુ) ના પાણીનો પ્રવાહ કોઈપણ અવરોધ વિના પાકિસ્તાનને આપવાનો હતો. પશ્ચિમી નદીઓના પાણીનો ભારતમાં ઉપયોગ કરી શકાય છે.

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Botad : રાણપુરમાં વરસાદને પગલે રોડ પર પાણી ભરાયું, કમર સુધી પાણી ભરાતા રહીશોનો ભારે હાલાકી

featured-img
રાષ્ટ્રીય

Bihar Election 2025: 99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશેઃ Tej Pratap Yadav

featured-img
Top News

Rajkot: ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે CMને લખ્યો પત્ર, પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ

featured-img
ટેક & ઓટો

Youtube એ પોલીસીમાં કર્યો ફેરફાર, હવે આવા વિડીયો અપલોડ કરવા પર કમાણી થશે નહીં

featured-img
Top News

Bhavnagar : જેસર તાલુકાના ગ્રામ્યના વિસ્તારમાં વરસાદ, ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

featured-img
Top News

CONGRESS : 'પેડમેન' સ્ટ્રેટર્જીને આંચકો, સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીની તસ્વીરથી વિવાદ

×

Live Tv

Trending News

.

×