Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતુ જ હતુ'; તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર થાકી ગયા છે. મુખ્યમંત્રીએ પોતાની જનતા સાથે વાતચીત કરવા માટે નિવૃત્ત અધિકારીઓની મદદ લેવી પડે છે.
 ઈન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી પૂરતુ જ હતુ   તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું
Advertisement
  • તેજસ્વી યાદવે ઈન્ડિયા ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે
  • ઈન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી માટે બન્યું હતું
  • ડબલ એન્જિન સરકાર પછી પણ બિહાર નંબર વન બન્યું નથી

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ઈન્ડિયા ગઠબંધનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી માટે બન્યું હતું. તેની રચના પાછળનો હેતુ લોકસભા ચૂંટણી હતી. તે પહેલેથી જ નક્કી હતું. જો બિહારના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો અહીં તમામ વિપક્ષી પાર્ટીઓ શરૂઆતથી જ એક છે. અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં પણ કરીશું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની ચૂંટણીના સવાલ પર તેજસ્વી યાદવે કહ્યું કે, રાષ્ટ્રીય જનતા દળ નક્કી કરશે કે તે દિલ્હીમાં ચૂંટણી લડશે કે નહીં. હજુ સુધી અમારી ટીમે આ અંગે નિર્ણય લીધો નથી. પાર્ટીની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

Advertisement

બે અબજ 25 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ

તેજસ્વી યાદવ બુધવારે બક્સર પહોંચ્યા હતા. તેમણે સંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો અને આરજેડી કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. આ પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે સીએમ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર થાકી ગયા છે. પ્રગતિ યાત્રા પર સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે, આપણા રાજ્યના મુખ્યમંત્રી અત્યારે યાત્રા પર છે. ચાર વખત યાત્રાનું નામ બદલાઈ ચુક્યું છે. અંતે તેઓ પ્રગતિ યાત્રાના નામે નીકળી પડ્યા છે. તેમણે કહ્યું કે આ દુઃખની યાત્રા છે. મુખ્યમંત્રીએ પોતાની જ જનતા સાથે વાતચીત કરવા માટે નિવૃત્ત અધિકારીઓનો સહારો લેવો પડે છે. બિહારને ગરીબ રાજ્ય બનાવનાર સીએમ નીતિશ કુમાર પ્રગતિ યાત્રા પર સંચાર કરવા માટે 2 અબજ 25 કરોડ 78 લાખ રૂપિયા ખર્ચી રહ્યા છે.

Advertisement

ડબલ એન્જિન સરકાર પછી પણ બિહાર નંબર વન બન્યું નથી

વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, બિહારમાં 20 વર્ષથી અને કેન્દ્રમાં 11 વર્ષથી ડબલ એન્જિનની NDA સરકાર છે. બિહારને નંબર વન રાજ્ય બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, જો આપણે આજે નીતિ આયોગના અહેવાલ પર નજર કરીએ તો ગરીબી, સ્થળાંતર અને બેરોજગારીમાં સૌથી ટોચના રાજ્યોમાં બિહાર છે. વિશેષ દરજ્જો આપવાનું વચન પણ પૂરું થયું નથી.

Advertisement

યુવાનોને લાકડીઓ વડે માર મારવામાં આવી રહ્યો છે

BPSC મુદ્દે વિદ્યાર્થીઓના આંદોલન પર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, એક સમયે ગાંધી મેદાન યુવાનોને નિમણૂક પત્ર આપવાનું સાક્ષી બનતુ હતું. આજે NDAના રાજ્યમાં યુવાનોને કંગાળ બનાવવામાં આવી રહ્યા છે. યુવાનો પર લાઠીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે સરકારમાં આવ્યા તે પહેલા પણ પેપરો લીક થયા હતા. બિહાર સરકાર છોડ્યા પછી પણ પેપર લીક થઈ રહ્યાં છે. પરંતુ, કોઇની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મેટ્રિકની પરીક્ષાથી લઈને BPSCની પરીક્ષા સુધીના પેપરો લીક થઈ રહ્યા છે.

Tags :
Advertisement

Trending News

.

×