બહારના લોકોના કારણે ચાલવું પણ મુશ્કેલ, હિમાચલ પ્રદેશનું મસ્જિદ મામલે વિવાદિત નિવેદન
- બહારના લોકોને કારણે સ્થાનિકોને ભારે પરેશાની
- દબાણ અંગે પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીનું મોટુ નિવેદન
- હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના નિવેદનથી વિવાદની શક્યતા
શિમલા : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ મોટુ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બહારના લોકોના કારણે હિમાચલ પ્રદેશમાં ચાલવું પણ મુશ્કેલ થઇ ચુક્યું છે. આ વાત તેમણે સ્ટ્રીટ વેન્ડર્સના મુદ્દા અંગે કહી. તેમણે કહ્યું કે, આ મામલે કમિટી બનાવવામાં આવશે.
આ પણ વાંચો : MP : દતિયામાં 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 9 લોકો કાટમાળ નીચે દટાયા, 7 ના મોત
CM સુક્ખુએ પત્રકાર પરિષદ સંબોધિત કરી
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુક્ખુ આજે હિમાચલ પ્રદેશના શિમલા અને મંડીમાં ચાલી રહેલા મસ્જિદ વિવાદ અંગે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, શિમલા મસ્જિદ મામલે અમે કાયદા અનુસાર કામ કરીશું. ગત્ત થોડા દિવસોથી ચાલી રહેલી સ્થાનિક વિવાદને પણ ઉકેલવામાં આવશે. મસ્જિદ કમિટીએ કહ્યું કે, જો કોઇ બિનકાયદેસર નિર્માણ છે તો તેને આપોઆપ જ પાડવાની પરવાનગી આપવામાં આવે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ પરંતુ બિનકાયદેસર નિર્માણથી કાયદેસર ઉકેલ લાવી શકે છે.
#WATCH | Shimla: Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu says, "The illegally constructed mosque in Shimla with which the whole issue is associated, the Muslim community has asked for permission from the commission to demolish the extra floors themselves. Any kind of illegal… pic.twitter.com/KPKN6ayWKl
— ANI (@ANI) September 13, 2024
સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક કમિટીની રચના
સીએમ સુક્ખુએ આગળ જણાવ્યું કે, સ્ટ્રીટ વેન્ડર્સ મામલે કમિટી બનાવવામાં આવશે. લોકો બહારથી આવી રહ્યા છે. જેના કારણે લોકોને પગે ચાલવું પણ મુશ્કેલ છે. તેમણે આગળ કહ્યું કે, મંડીમાં પણ બિનકાયદેસર નિર્માણનો મામલો આવ્યો અને મસ્જિદ કમિટીએ પોતે જ તેને તોડી પાડ્યો છે. હિમાચલ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન થતા જ રહે છે આ કોઇ નવી બાબત નથી. શિમલા મસ્જિદ મામલે અમે કાયદા અનુસાર કામ કરીશું.
આ પણ વાંચો : Gaurav Bhatia: "જેલ વાળા સીએમ હવે જામીન મેળવેલા સીએમ બની ગયા.."
લોકોને હટાવવા વોટર કેનનો ઉપયોગ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ હિમાચલ પ્રદેશના મંડીમાં બિનકાયદેસર નિર્માણ અંગે અનેક હિંદૂ સંગઠન શુક્રવારે રેલી કાઢી રહ્યા છે. આ પ્રદર્શન રૈલી મંડી શહેરથી સકોડી ચોકી તરફ વધી રહી છે. હિંદુ સંગઠનો આ રેલીને ધ્યાને રાખીને પોલીસ પ્રદર્શનકારીઓને હટાવવા માટે પાણીના ફુવારાનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કંગના રાણાવત આ વિસ્તારના ભાજપ સાંસદ છે.
આ પણ વાંચો : Lucknow University રોડ પર પડ્યો મોટો ભૂવો, વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા...
શિમલામાં પણ થયું હતું આ પ્રકારનું પ્રદર્શન
શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદ પરિસરમાં બિનકાયદેસર બાંધકામ અંગે હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકર્તાઓએ મસ્જિદ તરફ માર્ચ કાઢતા હિમાચલને ઠાના હૈ, દેવભુમિ કો બચાના હૈ અને ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસ બેરિકેટિંગ લગાવીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લોકોએ તોડી દીધું હતું અને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.
આ પણ વાંચો : Himachal Pradesh : શિમલા બાદ મંડીમાં મસ્જિદને લઈને હોબાળો, હિંદુ સંગઠનોએ કર્યો વિરોધ