Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Barmer Jaisalmer બેઠક પર રવિન્દ્રસિંહ ભાટી ખુબ પાછળ, BJP પણ દૂર દૂર સુધી ક્યાંય નહી

Lok sabha Election result 2024 LIVE : Barmer Jaisalmer Lok sabha Election result 2024 : બાડમેર-જૈસલમેર લોકસભા સીટ 2024 ના પરિણામો એટલા માટે ચર્ચામાં છે કારણ કે, 26 વર્ષીય અપક્ષ ઉમેદવાર રવિંદ્રસિંહ ભાટી અપક્ષ મેદાનમાં છે. ભાજપે આ સીટ પર...
barmer jaisalmer બેઠક પર રવિન્દ્રસિંહ ભાટી ખુબ પાછળ  bjp પણ દૂર દૂર સુધી ક્યાંય નહી

Lok sabha Election result 2024 LIVE : Barmer Jaisalmer Lok sabha Election result 2024 : બાડમેર-જૈસલમેર લોકસભા સીટ 2024 ના પરિણામો એટલા માટે ચર્ચામાં છે કારણ કે, 26 વર્ષીય અપક્ષ ઉમેદવાર રવિંદ્રસિંહ ભાટી અપક્ષ મેદાનમાં છે. ભાજપે આ સીટ પર કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી તો કોંગ્રેસે આરએલપીથી આવેલા ઉમેદવાર ઉમ્મેદરામ બેનીવાલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

Advertisement

9 વખત કોંગ્રેસ જીતી ચુક્યું છે આ સીટ

બાડમેર લોકસભા સીટ પર 1957 થી 2014 સુધી થયેલી કૂલ 15 લોકસભા ચૂંટણીમાં 9 વખત કોંગ્રેસનો કબ્જો રહ્યો, જ્યારે 2 વખત ભાજપ, 1 વાર અપક્ષ, એ વાર બીએલડી, 1 વાર આરઆરપી અને 1 વખત જનતા દળ આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું. કોંગ્રેસની ટિકિટ પર કર્નલ સોનારામ 1996-2004 સુધી સતત ત્રણ વખત આ સીટનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. હાલ કર્નલ સોનારામ ચૌધરી અહીથી ભાજપના સાંસદ હતા.

કોંગ્રેસ ઉમેદવાર સૌથી આગળ નિકળ્યાં

બાડમેર-જેસલમેર લોકસભા સીટમાં ત્રિકોણીય મુકાબલો હતો. ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરી, કોંગ્રેસ ઉમેદવાર ઉમ્મેદરામ બેનીવાલ અને અપક્ષ ઉમેદવાર રવિંદ્રસિંહ ભાટીની વચ્ચે સીધો જ મુકાબલો છે. કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. અહીં કૂલ 150 કરતા વધારે રાઉન્ટમાં કાઉન્ટિંગ થવાનું છે. બાડમેર સીટ પર શરૂઆતમાં ભાટી આગળ ચાલી રહ્યા હતા.

Advertisement

2019 નો જનાદેશ

ભાજપના કૈલાશ ચૌધરી 8,46,526 મત મળ્યા
કોંગ્રેસના માનવેન્દ્રસિંહને 5,22,718 મત મળ્યા છે.
નોટાને જનતાએ 18,996 મત આપ્યા હતા.

2014 નો જનાદેશ

વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં આ સીટ પર 72.56 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 40.09 અને કોંગ્રેસને 18.12 ટકા મત પડ્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કર્નલ સોનારામ ચૌધરીએ અપક્ષ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહને 87,461 મતથી પરાજિત કર્યા હતા. ભાજપના કર્નલ સોનારામને 4,88,747 અને જસવંત સિંહને 4,01,286 મત મળ્યા હતા. જ્યારે 2,20,881 મતની સાથે કોંગ્રેસ સાંસદ હરીશ ચૌધરી ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.