IMO 2024 Award: ભારતીય જહાજના કેપ્ટન અને ક્રૂએ બહાદુરી માટે વિશ્વસ્તરે એવોર્ડ જીત્યો
IMO 2024 Award: International Maritime Organization એ આજરોજ સમુદ્ર ક્ષેત્રે બહાદુરીથી કરેલા કામને બિરદાવતા સુરક્ષા અધિકારીઓને પુરસ્કાર એનાયત કર્યા હતાં. ત્યારે International Maritime Organization એ ભારતીય સુરક્ષા અધિકારીઓને બહાદુરી અને સાહસ માટે પુરસ્કાર આપ્યો હતો. તો IMO એ 10 જુલાઈ, 2024 ના રોજ કેપ્ટન અવિનાશ રાવત અને ઓયલ ટેંકર માર્લિન લુઆંડાના નેતૃત્વમાં કામકરતા ટુકડીમાં અધિકારીઓની બહાદુરી, સાહસ અને દ્રઢ સંકલ્પની સરહાના કરી હતી.
બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો
દરિયાઈ પ્રદૂષણની ઘટનાને અટકાવવામાં આવી
Indian sailors ને પ્રતિષ્ઠિત માન્યતા મળી
તો Indian Navy ના પ્રયાસો જેવા કે અન્ય નૌકાદળને મદદે આવુ, સલામતી સુનિશ્ચિત કરવી કે પછી કોઈ પણ સંભવિત પર્યાવરણીય આપત્તિને રોકવાના કામોને બિરદાવવામાં આવ્યા હતાં. તો IMO એ વધુમાં કેપ્ટન બ્રિજેશ નામ્બિયાર અને Indian Navy માં વિશાખાપટ્ટનમાના નૌકાદળના સુરક્ષાકર્મીઓ માર્લિન લુઆન્ડાના પ્રયાસોને ઉલ્લેખનીય રીતે સન્માનિત કર્યા હતાં. અત્યંત ખતરનાક કાર્ગો વહન કરતી વખતે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો દ્વારા જહાજ વિરોધી બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
દરિયાઈ પ્રદૂષણની ઘટનાને અટકાવવામાં આવી
Congratulations to Captain Avhilash Rawat and the Indian seafarers on Marlin Luanda for the IMO 2024 Award for Exceptional Bravery at Sea! 🎖️ This award is special and showcases the technical prowess and unwavering dedication, skill, resilience and bravery of Indian seafarers. pic.twitter.com/9a12VesAdF
— Directorate General of Shipping, Govt. of India (@dgship_goi) July 11, 2024
આગ ઓલવવા અને ભયાવગ સ્થિત પર કાબૂ મેળવવા માટે તેમના સાધનો અને કર્મચારીઓના અસરકારક ઉપયોગથી ગંભીર દરિયાઈ પ્રદૂષણની ઘટનાને અટકાવવામાં આવી અને જીવ પણ બચાવવામાં આવ્યા હતાં. સર્બાનંદ સોનોવાલે સન્માનિત ખલાસીઓ અને Indian Navy માટે ગર્વ અને પ્રશંસા વ્યક્ત કરતાં કહ્યું કે, “IMO દ્વારા Indian sailors ની અસાધારણ બહાદુરી અને વ્યાવસાયિકતાને પ્રતિબિંબિત કરે છે અમે તેમના સમર્પણ અને બહાદુરીને સલામ કરીએ છીએ, જેમણે જીવન બચાવ્યા અને પર્યાવરણીય આફતો અટકાવી.
Indian sailors ને પ્રતિષ્ઠિત માન્યતા મળી
નોંધનીય છે કે IMO દર વર્ષે દરિયામાં અસાધારણ બહાદુરી માટે Indian sailors ને સન્માનિત કરવા સભ્ય દેશોમાંથી નામાંકન આમંત્રિત કરે છે. આ વર્ષે 15 એપ્રિલ, 2024 સુધીમાં નામાંકન પ્રાપ્ત થયા હતા અને પ્રથમ વખત નિષ્ણાતોની મૂલ્યાંકન પેનલ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી હતી. IMO કાઉન્સિલના પ્રમુખની અધ્યક્ષતામાં ન્યાયાધીશોની પેનલ દ્વારા પેનલની ભલામણોની સમીક્ષા કરવામાં આવી હતી. અંતિમ ભલામણોની જાણ IMO કાઉન્સિલને કરવામાં આવી હતી, જેના કારણે Indian sailors ને પ્રતિષ્ઠિત માન્યતા મળી હતી.
આ પણ વાંચો: Martyr captain anshuman singh Wife: સ્મૃતિ સિંહ શહીદ કેપ્ટનના માતા-પિતાને છોડીને જતી રહી પિયર!