Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

I.N.D.I.A. ગઠબંધનની બેઠક પૂર્ણ, PM ઉમેદવાર માટે મમતા બેનરજીએ આપ્યો આ નામનો પ્રસ્તાવ!

આજે દિલ્હીના અશોકા હોટેલ ખાતે I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામેલ થવા માટે વિપક્ષી દળના નેતાઓ સોમવારથી જ રાજધાની પહોંચ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi), મલ્લિકાર્જુન ખડગે, RJD ચીફ...
i n d i a  ગઠબંધનની બેઠક પૂર્ણ  pm ઉમેદવાર માટે મમતા બેનરજીએ આપ્યો આ નામનો પ્રસ્તાવ
આજે દિલ્હીના અશોકા હોટેલ ખાતે I.N.D.I.A. ગઠબંધનની ચોથી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સામેલ થવા માટે વિપક્ષી દળના નેતાઓ સોમવારથી જ રાજધાની પહોંચ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (Rahul Gandhi), મલ્લિકાર્જુન ખડગે, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, NCP નેતા શરદ પવાર, JDU નેતા નીતિશ કુમાર (Nitish Kumar), TMC ચીફ મમતા બેનરજી, આમ આદમી પાર્ટી (AAP) નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને મહેબુબા મુફ્તી સહિતના ટોચના વિપક્ષી દળના નેતાઓ સામેલ થયા હતા.
મલ્લિકાર્જુન ખડગે કહી આ વાત
આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 28 વિપક્ષી દળની આ બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાને રાખીને રણનીતિ અને ચૂંટણી ચહેરાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ પછી મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) કહ્યું કે, અમે 2-3 કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આગામી લોકસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી. સાથે જ 149 સાંસદોને સસ્પેન્ડના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે અમે નિંદા વ્યક્ત કરીને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જે મુજબ, આ એક અલોકતાંત્રિક નિર્ણય છે.

Advertisement

PM ઉમેદવાર માટે મમતાએ આપ્યો આ પ્રસ્તાવ 
ખડગે કહ્યું કે, ચૂંટણી પહેલા દેશભરમાં 8-10 જનસભાઓ કરવામાં આવશે. I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ (Mamata Banerjee) પીએમ પદના ઉમેદવારના નામ અંગે ચર્ચા કરી. દરમિયાન, મમતા બેનરજીએ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકેનો પ્રસ્તાવ રજૂ કર્યો. મમતા બેનરજીના આ પ્રસ્તાવને આપ નેતા અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું હતું. જો કે, આ બેઠક પહેલા મમતા બેનરજીએ કહ્યું હતું કે, I.N.D.I.A. ગઠબંધનના પીએમ પદના ઉમેદવારનો નિર્ણય લોકસભા ચૂંટણી 2024 પછી લેવામાં આવશે.

Advertisement

કોંગ્રેસે બનાવી 5 સભ્યોની નેશનલ એલાયન્સ કમિટી
મીડિયા અહેવાલ અનુસાર, આ બેઠકમાં પહેલા કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ને (Lok Sabha Election 2024) ધ્યાનમાં રાખીને 5 સભ્યોની એક નેશનલ એલાયન્સ કમેટી (NAC) બનાવી છે, જેમાં અશોક ગેહલોત (Ashok Gehlot), ભૂપેશ બધેલ, સલમાન ખુર્શીદ અને મોહન પ્રકાશ સામેલ છે. જ્યારે મુકુલ વાસનિકને સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે. I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં EVM અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) દાવો કરતા કહ્યું હતું કે, અમે બધા સાથે મળીને ચૂંટણી લડીશું. BJP અને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવીશું.

આ પણ વાંચો - TMC સાંસદે જગદીપ ધનખડની કરી મિમિક્રી! રાહુલ ગાંધીએ બનાવ્યો વીડિયો, હવે રાજ્યસભા અધ્યક્ષે આપી પ્રતિક્રિયા

Advertisement
Tags :
Advertisement

.