Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyderabad : RTC બસમાં લોકો સાથે મુસાફરી કરતાં જોવા મળ્યા રાહુલ ગાંધી, જુઓ Video

Hyderabad  : લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections)પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદ(Hyderabad)માં એક જનસભાને સંબોધી હતી. ત્યારપછી રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી...
hyderabad   rtc બસમાં લોકો સાથે મુસાફરી કરતાં જોવા મળ્યા રાહુલ ગાંધી  જુઓ video

Hyderabad  : લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections)પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદ(Hyderabad)માં એક જનસભાને સંબોધી હતી. ત્યારપછી રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Advertisement

મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ જોડાયા હતા

બસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી (Revanth Reddy)પણ હાજર હતા. મલ્કાજગીરી લોકસભા મતવિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TSRTC)ની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં 'પંચ ન્યાય' બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી.

Advertisement

કોંગ્રેસના વચનો અંગે મુસાફરોને માહિતી આપવામાં આવી

મુસાફરો સાથે વાતચીત કરતી વખતે, રાહુલ ગાંધીએ કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલા વચનોથી વાકેફ કરાવ્યા હતા. રાહુલ ગાંધીને તેમની સાથે મુસાફરી કરતા જોઈને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણાએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.

Advertisement

આ પણ  વાંચો - દિલ્હી CM ARVIND KEJRIWAL ને મળશે રાહત! આજે SC માં સુનાવણી

આ પણ  વાંચો - Chardham Yatra : ચારધામ યાત્રાનો પ્રારંભ, મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓને શુભેચ્છા પાઠવી

આ પણ  વાંચો - MP News : ‘બે પત્નીવાળાને રૂ. 2 લાખ મળશે…’! કોંગ્રસ નેતાના વિચિત્ર દાવાથી રાજકારણ ગરમાયું, BJP નો પ્રહાર

Tags :
Advertisement

.