Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Revanth Reddy: તેલંગાણામાં સીએમ બનતા જ રેવંત રેડ્ડી એક્શનમાં આવ્યા, સરકારના 7 સલાહકારોને પદ પરથી હટાવાયાં

મુખ્યમંત્રી બન્યા બાદ રેવન્ત રેડ્ડી સતત એક્શનમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્ય સરકારના 7 સલાહકારોને પદ પરથી દૂર કર્યા. તેમાં પૂર્વ મુખ્ય સચિવ રાજીવ શર્મા, પૂર્વ ડીજીપી અનુરાગ શર્મા,પૂર્વ આઈપીએસ એકે ખાન અને અન્ય મુખ્ય સચિવ સોમેશ કુમારનો સમાવેશ થાય...
revanth reddy  તેલંગાણામાં સીએમ બનતા જ રેવંત રેડ્ડી એક્શનમાં આવ્યા  સરકારના 7 સલાહકારોને પદ પરથી હટાવાયાં

મુખ્યમંત્રી બન્યા બાદ રેવન્ત રેડ્ડી સતત એક્શનમાં

Advertisement

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રાજ્ય સરકારના 7 સલાહકારોને પદ પરથી દૂર કર્યા. તેમાં પૂર્વ મુખ્ય સચિવ રાજીવ શર્મા, પૂર્વ ડીજીપી અનુરાગ શર્મા,પૂર્વ આઈપીએસ એકે ખાન અને અન્ય મુખ્ય સચિવ સોમેશ કુમારનો સમાવેશ થાય છે. જો કો સલાહકાર તરીકે કામ કરતા આ તમામ નિવૃત્ત અધિકારીઓ કેસીઆરના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં સૌથી શક્તિશાળી માનવામાં આવતા હતા.

મુખ્યમંત્રી કાર્યાલયના આસપાસમાં લોખંડના બેરિકેડ્સ હટાવાયા

Advertisement

મુખ્યમંત્રી બન્યા બાદ રેવન્ત રેડ્ડી સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે. જો કે શપથ લીધા બાદ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા વચનો પૂરા કરવા લાગ્યા છે.કારણ કે...શપથ ગ્રહણ સમારોહ પછી મુખ્યમંત્રી કાર્યાલયના આસપાસમાં લોખંડના બેરિકેડ્સને હટાવી દીધા હતા,કારણ કે તેમણે વચન આપ્યું હતું કે મુખ્યમંત્રી આવાસ રાજ્યના તમામ લોકો માટે હંમેશા ખુલ્લું રહેશે.

સીએમ રેવંત રેડ્ડીએ બે યોજનાઓ પણ લોન્ચ કરી

Advertisement

તે ઉપરાંત સીએમ રેવંત રેડ્ડીએ બે યોજનાઓ પણ લોન્ચ કરી હતી. તેના અંતર્ગત મહિલાઓ માટે મફત બસમાં મુસાફરી અને ગરીબો માટે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આ બંને યોજનાઓ કોંગ્રેસની છ ગેરંટીનો ભાગ છે.

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું હતું કે, "કોંગ્રેસ સરકાર 100 દિવસમાં છ ચૂંટણી ગેરંટી લાગુ કરીને તેલંગાણાને લોકોના કલ્યાણ અને વિકાસ માટે જાણીતું રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરશે. તેમણે 9 ડિસેમ્બરે તેલંગાણા માટે ઉત્સવનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. તેને તેલંગાણાનો દિવસ કહેવામાં આવ્યો કારણ કે આ દિવસે વર્ષ 2009માં તત્કાલીન યુપીએ સરકારે આ તેલંગાણા રચનાની જાહેરાત કરી હતી.તે સાથે તેમણે કહ્યું કે રાજીવ આરોગ્યશ્રી સ્વાસ્થ્ય યોજના હેઠળ ગરીબોને 10 લાખ રૂપિયાનો વીમો મળશે.

આ પણ વાંચો: ‘હા, મેં ગુનો કર્યો છે…’, વાંચો- BSP માંથી સસ્પેન્ડ થયા બાદ સાંસદ દાનિશ અલીએ માયાવતી માટે શું કહ્યું?

Tags :
Advertisement

.