ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટ લિસ્ટમાં સલમાન ખાન સહિત આ નામો સામેલ!
- લોરેન્સ બિશ્નોઈનું હિટ લિસ્ટ: સલમાન ખાનથી લઈને મુનાવર ફારુકી સુધી
- બાબા સિદ્દીકીની હત્યા પછી બિશ્નોઈ ગેંગનો ખતરો: હિટ લિસ્ટમાં મોટા નામો
- બિશ્નોઈ ગેંગનો આતંક: સલમાન ખાન, જીશાન સિદ્દીકી અને અન્યનો સમાવેશ
- બિશ્નોઈનું હિટ લિસ્ટ: બોલિવૂડ, રાજકારણ અને કોમેડી ક્ષેત્રના લોકો ટાર્ગેટ
Gangster Lawrence Bishnoi's hit list : મુંબઈમાં થોડા દિવસો પહેલા બાબા સિદ્દિક્કી (Baba Siddiqui) ની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વળી એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે આ ગેંગ જેટલા પણ સલમાન ખાનની નજીક રહેનારા તમામને એલર્ટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સંકલિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટ-લિસ્ટમાં માત્ર બોલિવૂડ કલાકારો જ નહીં પણ હાસ્ય કલાકારો, રાજકારણીઓ અને અન્ય ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે.
લોરેન્સ બિશ્નોઈનું હિટ લિસ્ટ જાહેર થયું
જણાવી દઇએ કે, બાબા સિદ્દીકીની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈનું હિટ લિસ્ટ બહાર આવ્યું છે. જેમાં પાંચ મોટા નામ સામેલ છે. બિશ્નોઈએ NIAની સામે આ 5 લોકોને પોતાના ટાર્ગેટ ગણાવ્યા હતા, જેમાંથી ટોચના એક બોલિવૂડ અભિનેતા સલમાન ખાન છે. સામે આવેલી આ હિટ લિસ્ટે બધાને ચોંકાવી દીધા છે. જોકે, હવે આ હિટ લિસ્ટ જાહેર થયા બાદ પોલીસ બિશ્નોઈ અને તેની ગેંગ સામે કડક કાર્યવાહી કરી શકે છે. વળી, સલમાન ખાનના મુંબઈના નિવાસસ્થાન ગેલેક્સી અને તેના ફાર્મ હાઉસ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈની સિન્ડિકેટ, જે હવે 700 સભ્યોની મજબૂત ગેંગ છે, તે જ ગેંગ હતી જેણે વર્ષની શરૂઆતમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર હુમલો કર્યો હતો. આ પહેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે પણ પંજાબી સંગીતકાર સિદ્ધુ મૂઝવાલાની હત્યા માટે બિશ્નોઈ ગેંગને જવાબદાર ઠેરવી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના હિટ લિસ્ટમાં મોટા નામો
સલમાન ખાન
બિશ્નોઈની હિટ લિસ્ટમાં અભિનેતા સલમાન ખાનનો સમાવેશ થાય છે. સલમાન ખાન સાથે બિશ્નોઈ ગેંગનો ઝઘડો કાળિયાર ગોળીબારના કેસમાં ખાનની સંડોવણી સાથે શરૂ થયો હતો કારણ કે બિશ્નોઈ સમુદાય કાળિયારનું ખૂબ સમ્માન કરતા હોય છે. બિશ્નોઈએ 2018માં જોધપુર કોર્ટમાં પોતાની હાજરી દરમિયાન કહ્યું હતું કે તે સલમાન ખાનને મારી નાખશે. ત્યારપછી સલમાન ખાનને ઘણી વખત ધમકીઓ મળી છે. એપ્રિલ 2024માં તેમના ઘરની બહાર ફાયરિંગ પણ થયું હતું.
જીશાન સિદ્દીકી
બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકી પણ તેમના પિતાની જેમ હુમલાના નિશાના પર હતા, આ વિશે આરોપી બંદૂકધારી ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંહે પોલીસને જણાવ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, "જે સલમાન ખાન અને દાઉદ ગેંગની મદદ કરશે, પોતાનો હિસાબ કિતાબ સેટલ કરીને રાખે", એક કથિત ધમકી બાબા સિદ્દીકી પર છે, જેઓ અભિનેતા સલમાન ખાનના નજીકના મિત્રો હતા.
મુનાવર ફારુકી
એક અહેવાલ મુજબ કોમેડિયન મુનાવર ફારુકી પણ લોરેન્સ બિશ્નોઈની હિટ લિસ્ટમાં સામેલ છે. બિશ્નોઈ ગેંગ દ્વારા તેને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. દિલ્હીમાં એક લગ્ન સમારંભમાં બે બંદૂકધારીઓ દ્વારા તેને નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યાં ગુપ્તચર એજન્સીઓએ દરમિયાનગીરી કરી હતી અને તેને વધારાની સુરક્ષા હેઠળ મુંબઈ પરત લઈ જવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે આ ગેંગસ્ટરની હિટ લિસ્ટમાં એક મોટા કોમેડિયનનું નામ પણ છે, કારણ કે તેણે કથિત રીતે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.
શગુનપ્રીત સિંહ
લોરેન્સ બિશ્નોઈ ગેંગની આ યાદીમાં મૃત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના મેનેજર શગનપ્રીતનો પણ સમાવેશ થાય છે કારણ કે બિશ્નોઈનું માનવું છે કે શગુનપ્રીતે તેના નજીકના સહયોગી વિકી મિદુખેડાના હત્યારાઓને આશ્રય આપ્યો હતો, જેની ઓગસ્ટ 2021માં મોહાલીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ગેંગસ્ટર કૌશલ ચૌધરી
કુખ્યાત બંબીહા ગેંગના સભ્ય અને બિશ્નોઈના હરીફ કૌશલ ચૌધરી પર મિદુખેરાના હત્યારાઓને શસ્ત્રો પૂરા પાડવાનો આરોપ હતો, તેથી જ ચૌધરી બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં સૌથી ઉપર છે.
અમિત ડાગર
કૌશલ ચૌધરીના નજીકના સાથી ડાગર પણ મિદુખેરાના મૃત્યુમાં સામેલ હતા અને તેને બિશ્નોઈના રડાર પર મૂક્યા હતા. લોરેન્સે NIAને જણાવ્યું હતું કે વિકી મિદુખેડાની હત્યાની યોજના અમિત ડાગર દ્વારા બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: બાબા સિદ્દિકી પર થયેલા ગોળીબારમાં એક અન્ય શખ્સ પણ થયો ઈજાગ્રસ્ત, જાણો પૂરી વિગત