Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Fighter Plane Crash : જેસલમેરમાં સેનાનું ફાઇટર વિમાન ક્રેશ

Fighter Plane Crash : રાજસ્થાનના (Rajasthan ) જેસલમેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ (Fighter Plane Crash )થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે...
04:15 PM Mar 12, 2024 IST | Hiren Dave
Fighter Plane Crash

Fighter Plane Crash : રાજસ્થાનના (Rajasthan ) જેસલમેરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ (Fighter Plane Crash )થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યો હતો. પાયલોટે યોગ્ય સમયે પોતાની જાતને પ્લેનમાંથી બહાર કાઢ્યો હતો.

 

લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ થયું ક્રેશ

ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી

થોડા સમય પહેલા ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળે છે કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું

 

ટ્રેઇની પાયલોટનું મોત થયું હતું

ટ્રેનર વિમાને હૈદરાબાદથી ઉડાન ભરી હતી. તે તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડમીમાં તાલીમ દરમિયાન સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. જેમાં એક ટ્રેનર અને એક ટ્રેઇની પાયલોટનું મોત થયું હતું.

આ  પણ  વાંચો - Haryana : મેં ત્રણ મહિના પહેલા…, હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટવા પર કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા…

આ  પણ  વાંચો - Haryana : ખટ્ટરના સ્થાને નાયબ સિંહ સૈની બનશે નવા CM, આજે સાંજે 5 વાગ્યે લેશે શપથ…

આ  પણ  વાંચો - CAA : અમેરિકામાં હિન્દુ સંગઠને CAA ના અમલ પર ખુશી વ્યક્ત કરી, કહ્યું- ‘પ્રતીક્ષા પૂરી થઈ’

 

Tags :
ArmyGujarat FirstJaisalmerPlane CrashedRajasthan
Next Article