Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Elections 2024 : ગોવિંદાની રાજકારણમાં ફરી એન્ટ્રી,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી

Lok Sabha Elections : લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને કયાંય પક્ષ પલટો તો ક્યાંક નવા ચહેરાઓને ટિકિટ આપવાની આવી રહી છે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા (Govinda )મહારાષ્ટ્રના સીએમ નકથ શિંદેને મળ્યા અને શિવસેનામાં (Shiv Sena )જોડાયા. તેમને લોકસભા ચૂંટણી માટે...
06:42 PM Mar 28, 2024 IST | Hiren Dave
Govinda Joins Shiv Sena

Lok Sabha Elections : લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને કયાંય પક્ષ પલટો તો ક્યાંક નવા ચહેરાઓને ટિકિટ આપવાની આવી રહી છે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા (Govinda )મહારાષ્ટ્રના સીએમ નકથ શિંદેને મળ્યા અને શિવસેનામાં (Shiv Sena )જોડાયા. તેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી શકે છે. ગોવિંદાને મુંબઈ નોર્થ વેસ્ટ સીટ પરથી ટિકિટ મળી શકે છે. ગોવિંદા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. સીએમ એકનાથ શિંદેએ પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ ડાઉન ટુ અર્થ છે અને દરેક તેમને પસંદ કરે છે.

 

ગોવિંદા કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, "આજે હું ગોવિંદાનું અસલી સ્વાગત કરું છું, જેઓ જમીન સાથે જોડાયેલા છે અને દરેકને પસંદ છે. ગોવિંદાએ કહ્યું, "જય મહારાષ્ટ્ર... હું સીએમ શિંદેનો આભાર માનું છું. હું 2004-09થી રાજકારણમાં હતો. તેમાંથી બહાર આવ્યા પછી, મેં વિચાર્યું નહોતું કે હું પાછો આવીશ. પરંતુ 2010-24 આ 14 વર્ષના આ વનવાસ પછી હું શિંદેજીના રામરાજ્યમાં પાછો આવ્યો છું."

સીએમ શિંદેએ કહ્યું, ગોવિંદાની કોઈ શરત નથી. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ ગમ્યું. તેને અમારી સાથે કામ કરવું છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કંઈક કરવું છે. તેણે કહ્યું કે મારે કોઈ ટિકિટ જોઈતી નથી. મારી એક અલગ ઓળખ છે. તે જ્યાં જાય છે ત્યાં હજારો લોકો ભેગા થાય છે. હવે જો તે અમારી સાથે હશે તો લાખો લોકો ભેગા થશે

 

સીએમ શિંદેએ એમ પણ કહ્યું કે રાજ્યમાં જે પ્રકારનું કામ થયું છે તે બધાએ જોયું છે. આ એવી સરકાર નથી જે ઘરે બેસીને કામ કરે. રસ્તા પર કામ કરતી સરકાર છે. તેથી અમે 48 બેઠકો પર નજર રાખી રહ્યા છીએ, અમે મોટી સંખ્યામાં જીતીશું.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં NDAની સીટો વચ્ચે સીટોની અંતિમ વહેંચણી હજુ થઈ નથી. જો કે ભાજપ અને અજિત પવારે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સીએમ એકનાથ શિંદેની પાર્ટીએ હજુ સુધી કોઈને ટિકિટ આપી નથી. સૂત્રોનું માનીએ તો ગોવિંદાને ટિકિટ મળવાનું નિશ્ચિત છે.

રાજા બાબુ, કુલી નંબર 1 જેવી ફિલ્મોએ ઓળખ આપી

ગોવિંદાએ પોતાના કરિયરમાં બોલિવૂડની 165થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. જેમાં રાજા બાબુ, કુલી નંબર 1, હીરો નંબર 1, બડે મિયાં છોટે મિયાં, ભાગમભાગ, પાર્ટનર જેવી ફિલ્મોએ તેમને અલગ જ ઓળખ આપી. એક્ટિંગની સાથે તેમના ડાન્સિંગ મૂવ્સ પણ ફેન્સને પસંદ આવે છે.

 

આ  પણ  વાંચો  - PM Modi : વકીલોના પત્ર પર PM મોદીએ કહ્યું, ધમકાવવા-ડરાવવાએ કોંગ્રેસની જૂની સંસ્કૃતિ

આ  પણ  વાંચો  - LOKSABHA 2024 : ચૂંટણીના બીજા તબક્કા માટે આજથી નામાંકનની પ્રક્રિયા કરાશે શરૂ

આ  પણ  વાંચો  - UP Election : ભાજપના કાર્યકરો પોતાના જ ઉમેદવારને ન ઓળખી શક્યા, બીજાને પહેરાવી દીધો હાર…

 

Tags :
elections 2024GovindaGujaratFirstLok Sabha ElectionsLok Sabha elections 2024LokSabhaelectionloksabhaelection2024maharashtra newsMPShiv SenaShivSena
Next Article