Drugs Factory In Rajasthan: મુંબઈ પોલીસે જોધપુરમાં કરોડોના ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ
Drugs Factory In Rajasthan: ફરી એકવાર દેશમાંથી ખાનગી કંપની આડમાં ચાલતી ડ્રગ્સ (Drugs) ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે. ત્યારે આ વખેત મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ વખતે મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા લાંબા સમયથી ચાલતા ઓપરેશન અને બાતમીના આધારે રાજસ્થાન (Rajasthan) માંથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ રાજસ્થાનમાંથી મોટી સફળતા મેળવી
અગાઉ રાજસ્થાનમાં 230 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું
ડ્રગ્સ જોધપુરથી મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું
એક અહેવાલ અનુસાર, મુંબઈ પોલીસે (Mumbai Police) રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (jodhpur) માં સર્વિસ સેન્ટરની આડમાં ચાલતી ડ્રગ્સ (Drugs) ફેક્ટરી પર દરોડા પાડીને 107 કરોડ રૂપિયાનો ડ્રગ્સ (Drugs) જપ્ત કર્યો છે. જોધપુર (jodhpur) ના મોગરામાં આવેલી આ ફેક્ટરીમાં લગભગ 68 કિલો એમડી ડ્રગ (Drugs) નું ઉત્પાદન થતું હતું. ત્યારે ફેક્ટરીને પર બંધ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) ના જોઈન્ટ કમિશનર સત્યનારાયણ ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં ફેક્ટરીનો સંચાલક 40 વર્ષીય ભારમલ જાટ હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: PM Modi Patna Road Show: પહેલીવાર પટનામાં રોડ શો કરનાર વડાપ્રધાન બન્યા પીએમ મોદી
ડ્રગ્સ જોધપુરથી મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું
Mumbai Police has busted an illegal MD drugs factory in Jodhpur, Rajasthan. The value of the seized drugs is around Rs 107 crore. Four people have been arrested. Further investigation is underway: Mumbai Police
— ANI (@ANI) May 12, 2024
ભારમલની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસ 13 મે, 2024 ના રોજ ભારમલને મુંબઈ (Mumbai Police) લઈ જશે. ભારમલ છેલ્લા છ મહિનાથી વાહન સર્વિસ સ્ટેશનના નામે કારખાનું ચલાવતો હતો. Drugs જોધપુરથી મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું. Mumbai Police ને આ અંગે માહિતી મળી હતી, માહિતીની પુષ્ટિ થયા બાદ મુંબઈ પોલીસ 12 મે, 2024 જોધપુર પહોંચી હતી અને ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા.
અગાઉ રાજસ્થાનમાં 230 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું
આ ફેક્ટરી સિવાય jodhpur જિલ્લામાં અન્ય ચાર ફેક્ટરીઓ પણ કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે 27 એપ્રિલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ઓફ ઈન્ડિયા (NCB) અને ગુજરાત ATS ની ટીમે ગુજરાત અને રાજસ્થાનમાં 230 કરોડ રૂપિયાનું Drugs જપ્ત કર્યું હતું. આ ટીમે કુલ 13 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી છ રાજસ્થાનના છે. આ કાર્યવાહીમાં રાજસ્થાન એસઓજીનો પણ સહકાર લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Chardham Yatra’s Devotee: કપાટ ખુલતાની સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અડગ મન સાથે ચારધામ યાત્રા થઈ શરુ