Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં સુધરે આ લોકો! તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ હવે દિલ્હીમાં જ્યુસમાં ભેળસેળ

દેશમાં તમારી હેલ્થ સાથે સાથે થઇ રહ્યા છે ચેડા! તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ બાદ હવે જ્યુસમાં ભેળસેળ જ્યુસસમાં ગેરકાયદેસર રીતે લાલ રંગ ભેળવવામાં આવી રહ્યો હતો Adulteration of colour in juice : દેશમાં ખાણી-પીણી (food and drink) માં ભેળસેળ...
નહીં સુધરે આ લોકો  તિરુપતિ પ્રસાદ વિવાદ બાદ હવે દિલ્હીમાં જ્યુસમાં ભેળસેળ
  • દેશમાં તમારી હેલ્થ સાથે સાથે થઇ રહ્યા છે ચેડા!
  • તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદ બાદ હવે જ્યુસમાં ભેળસેળ
  • જ્યુસસમાં ગેરકાયદેસર રીતે લાલ રંગ ભેળવવામાં આવી રહ્યો હતો

Adulteration of colour in juice : દેશમાં ખાણી-પીણી (food and drink) માં ભેળસેળ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે તમારી હેલ્થ સાથે ચેડા કરવાનો એક મામવો દિલ્હીથી સામે આવ્યો છે. જ્યા એક જ્યુસ (Juice) માં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં એક જ્યુસની દુકાનમાં આ ઘટના બની છે, જ્યાં એક પોલીસકર્મીએ દુકાન ચલાવતા વ્યક્તિને ભેળસેળ કરતા રંગે હાથે પકડી લીધો હતો. આ મામલે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દુકાન માલિકને જ્યુસમાં ગેરકાયદેસર રીતે લાલ રંગ ભેળવતા જોઈ શકાય છે.

Advertisement

કેવી રીતે ખુલ્યો ભેળસેળનો કિસ્સો?

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ ઉકેલાયો નથી, અને દિલ્હીમાંથી જ્યુસ (Juice) માં ભેળસેળ કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવી દઇએ કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમા જોઇ શકાય છે કે, એક પોવીસકર્મીએ જ્યુસની દુકાન ચલાવતા એક વ્યક્તિને જ્યુસમાં ભેળસેળ કરતા રંગે હાથ પકડી લીધો હતો. આ વીડિયો દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારના શંકર રોડનો હોવાનું કહેવાય છે. અહીં જ આ જ્યુસની દુકાન છે. આ દુકાનદારનું નામ અયુબ અને રાહુલ છે. અયુબ અને રાહુલ નામના દુકાનદારે પોલીસની પૂછપરછ દરમિયાન આ સ્વીકાર્યું કે દુકાનના માલિકે જ્યુસમાં લાલ રંગ ભેળવવાનો હુકમ આપ્યો હતો. સમગ્ર મામલો પોલીસકર્મીની સતર્કતાના સામે આવ્યો છે. આ ઘટનાની ગંભીરતા જોઈને, દિલ્હી પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને માહિતગાર કરી અને ફૂડ ઈન્સ્પેક્ટરને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ફૂડ ઈન્સ્પેક્ટરે સ્થળ પરથી જ્યૂસના સેમ્પલ લઇને વધુ તપાસ માટે મોકલ્યા છે. જ્યુસમાં આવી રીતે રાસાયણિક લાલ રંગ ભેળવીને વેચવું ફૂડ સેફ્ટી નિયમોના ઘોર ઉલ્લંઘન તરીકે ગણવામાં આવે છે.

Advertisement

તિરુપતિ બાલાજી પ્રસાદમાં ભેળસેળનો મામલો

તાજેતરના તિરુપતિ બાલાજી પ્રસાદના વિવાદ બાદ હવે ઘણી જગ્યાએથી સમાચાર સામે આવી રહ્યા છે કે, આ માત્ર તિરુપતિ સુધી સિમિત નથી. આ પ્રકારની ઘટનાઓ દેશના અલગ-અલગ વિસ્તારમાં થઇ રહી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. તેમા પણ ખાસ કરીને જ્યારે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાંથી ઉંદરના બચ્ચા જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારથી સોશિયલ મીડિયામાં આ મુદ્દો ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જેમા હવે દિલ્હીની આ ઘટના સામે આવી છે. જો સમગ્ર ઘટનાઓ સાચી સાબિત થાય છે તો દેશમાં લોકોની આસ્થા અને તેમની હેલ્થ સાથે ચેડા થઇ રહ્યા હોય તેમા નવાઈ નથી.

શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં મળી આવ્યા ઉંદરોના બચ્ચા

જણાવી દઇએ કે, શ્રી સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના પેકેટોમાં ઉંદરના બચ્ચા મળી આવ્યા છે, જેનાથી પ્રશ્ન ઊભો થયો છે કે પ્રસાદની સંભાળ અને જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટે તપાસ શરૂ કરી છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જેમાં પ્રસાદના પેકેટ પર ઉંદરોના બચ્ચા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, ઉંદરોએ પ્રસાદના પેકેટને ચાવી નાખ્યા છે, જેના કારણે પેકેટની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે તિરુપતિના પ્રસિદ્ધ બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલના કથિત ઉપયોગને લઈને દેશભરમાં પહેલેથી જ હોબાળો ચાલી રહ્યો છે. દેશના અનેક મંદિરોમાં હવે પ્રસાદની શુદ્ધતા તપાસવામાં આવી રહી છે કે તપાસની માંગણી ઉઠી રહી છે.

Advertisement

આ પણ વાંચો:  હવે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા મળ્યા હોવાનો દાવો!

Tags :
Advertisement

.