Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi : રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી લઈ રહ્યા હતા શપથ, પાછળ લટાર મારી રહ્યો હતો દીપડો! જુઓ Viral Video

દિલ્હીના (Delhi) રાષ્ટ્રપતિ ભવન ખાતે ગઈકાલે મોદી સરકાર 3.0 નો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 72 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જો કે, હવે સોશિયલ મીડિયા...
03:33 PM Jun 10, 2024 IST | Vipul Sen

દિલ્હીના (Delhi) રાષ્ટ્રપતિ ભવન ખાતે ગઈકાલે મોદી સરકાર 3.0 નો શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 72 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જો કે, હવે સોશિયલ મીડિયા પર આ સમારોહનો એક રહસ્યમય વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રાણી શપથગ્રહણ મંચની (swearing-in ceremony) પાછળ ચાલતું જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ચોંકી ઉઠ્યા છે. આટલા ઉચ્ચ સુરક્ષાવાળા રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રાણી ક્યાંથી આવ્યું ? તેવા સવાલ લોકો કરી રહ્યા છે.

શું છે વાઇરલ વીડિયોમાં?

દિલ્હી (Delhi) રાષ્ટ્રપતિ ભવનમાં રવિવારે PM નરેન્દ્ર મોદી બાદ તમામ મંત્રીઓએ એક પછી એક મંત્રી પદ માટે શપથ લીધા હતા. દરમિયાન, ભાજપના સાંસદ દુર્ગા દાસ ઉઇકેએ () શપથ લીધા ત્યારે સ્ટેજની પાછળ રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) બિલ્ડિંગની અંદર એક પ્રાણી ચાલતું જોવા મળ્યું હતું. આ સિવાય જ્યારે સાંસદ અજય ટમટા શપથ લઈ રહ્યા હતા ત્યારે પણ એક પ્રાણીની ઝલક જોવા મળી હતી. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોઈએ આની નોંધ લીધી ન હતી. પરંતુ, જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે બધા ચોંકી ગયા. લોકો શપથ લેવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને પ્રાણી વિશે સત્ય જાણવા માટે ઉત્સુક છે.

કેટલાક ચિત્તો, તો કેટલાક કુતરું અને બિલાડી છે કહી રહ્યા છે

જો કે, આ વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાતું નથી કે તે પ્રાણી કયું છે ? પરંતુ, વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ પાલતુ દીપડો છે. તો કેટલાક લોકો કહે છે કે આ એક કુતરું અથવા બિલાડી છે, જેનો પડછાયો મોટો દેખાઈ રહ્યો છે. પરંતુ, રાષ્ટ્રપતિ ભવનમાં આટલી સુરક્ષા વચ્ચે પ્રાણીઓને જોઈને લોકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થાય છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં દેખાતું પ્રાણી કયું છે અને આ વીડિયો પણ સાચો છે કે પછી ફેક વીડિયો છે. ગુજરાત ફર્સ્ટ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

 

આ પણ વાંચો - હજું કાલે તો શપથ લીધા અને આજે……

આ પણ વાંચો - ચાર્જ લેતાં જ PM MODIનો પહેલો ફેંસલો…..

આ પણ વાંચો - Dinner Diplomacy : માલદીવના રાષ્ટ્રપતિ અને મોદી….!

Tags :
BJPDelhiGujarat FirstGujarati Newsleopard Rashtrapati Bhavan videoModi government 3.0MP Ajay TamtaMP Durga Daspanther in Rashtrapati Bhavan videopm narendra modirashtrapati bhavanswearing-in ceremony of Modi government 3.0viral video
Next Article