Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે સામાન્ય જનતા પણ લઈ શકશે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત, અનુસરવી પડશે આ પ્રક્રિયા

નવી દિલ્હીમાં બનેલા રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ રહે છે. આ ભવન ખુબ વિશાળ છે. રાષ્ટ્રપતિ ભવન ખુબ સુંદર અને ઐતિહાસિક છે. આ રાષ્ટ્રપતિ ભવન હવે સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકી દેવાયું છે. તેના માટે તમારે સત્તાવાર વેબસાઈટ (Website) પર સ્લોટ બુક કરાવો પડશે. સામાન્ય લોકો અઠવાડિયામાં 5 દિવસ બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારેના રોજ મુલાકાત લઈ શકશે ત્àª
હવે સામાન્ય જનતા પણ લઈ શકશે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત  અનુસરવી પડશે આ પ્રક્રિયા
નવી દિલ્હીમાં બનેલા રાષ્ટ્રપતિ ભવનમાં (Rashtrapati Bhavan) દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ રહે છે. આ ભવન ખુબ વિશાળ છે. રાષ્ટ્રપતિ ભવન ખુબ સુંદર અને ઐતિહાસિક છે. આ રાષ્ટ્રપતિ ભવન હવે સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકી દેવાયું છે. તેના માટે તમારે સત્તાવાર વેબસાઈટ (Website) પર સ્લોટ બુક કરાવો પડશે. સામાન્ય લોકો અઠવાડિયામાં 5 દિવસ બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારેના રોજ મુલાકાત લઈ શકશે ત્યારે તમને જણાવીએ કે કેટલું ભવ્ય અને ઐતિહાસિક છે આપણું રાષ્ટ્રપતિ  ભવન.
રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) બનાવવાનું કામ વર્ષ 1913માં શરૂ થયું હતું અને તેનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થતાં 17 વર્ષ લાગ્યા હતા. તેને બનાવવામાં લગભગ 23 હજાર મજુરો જોડાયા હતા જેમાંથી 6 હજાર મજુરો માત્ર પથ્થરોની કોતરણીનું કામ કરતા હતા. રાષ્ટ્રપતિ ભવનને આર્કિટેક્ટ લૂટિયંસે ડિઝાઈન કર્યું હતું. તે માટે દિલ્હીને લૂટિયંસ દિલ્હી પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે લૂટિયંસના ચશ્મા ગોળ હતા તેથી તે વધારે પડતી ડિઝાઈન ગોળાકાર બનાવતા હતા.
દરબાર હોલ
રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા દરબાર હોલમાં 1500 વર્ષ જુની ગુપ્તકાલીન ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપિત છે. હોલની સામે એક દરવાજો છે જે ખાસ અવસરો જેમ કે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે જ ખુલે છે. આ હોલમાં એક સાથે  400 લોકો બેસે શકે તેટલી ખુરશીઓ ગોઠવાઈ છે અને ભારતરત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ખેલ રત્ન પુરસ્કાર વગેરે કાર્યક્રમોનું આયોજન આ હોલમાં જ થાય છે.
અશોકા હોલ
રાષ્ટ્રપતિ ભવનના અશોકા હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ હોલમાં સુંદર વોલ પેઈન્ટિંગ્સ પણ છે જે કેનવાસ પર બનેવી છે અને તેને છતમાં લગાવાઈ છે. તેની છતમાં જે પેઈન્ટિંગ છે તે શિકાર કરતા ઈરાનના રાજાની છે. જેને લોર્ડ ઈરવિનના કહેવા પર લગાવાય હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.