Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi Liquor Policy : ED સમક્ષ આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ, AAP પાર્ટીએ કહ્યું- એજન્સીની તપાસ..!

દિલ્હી લિકર પોલિસીના (Delhi Liquor Policy) કથિત કૌભાંડ મામલે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર નહીં થાય. તેમ કેજરીવાલે ઇડીને જવાબ મોકલીને જણાવ્યું છે. તેમની પાર્ટી આપ (AAP) નું કહેવું છે કે, અરવિંદ...
12:24 PM Jan 03, 2024 IST | Vipul Sen

દિલ્હી લિકર પોલિસીના (Delhi Liquor Policy) કથિત કૌભાંડ મામલે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર નહીં થાય. તેમ કેજરીવાલે ઇડીને જવાબ મોકલીને જણાવ્યું છે. તેમની પાર્ટી આપ (AAP) નું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ ED ની તપાસમાં સહયોગ કરવા માટે તૈયાર છે, પરંતુ એજન્સીની તપાસ ગેરકાયદેસર છે.

મીડિયા અહેવાલ અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) નું કહેવું છે કે કેજરીવાલની ઘરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) પહેલા પ્રચાર કરવાથી રોકવા માટે આ કાવતરું રચવામાં આવી રહ્યું છે. આ સાથે આપ પાર્ટીએ ચૂંટણી પહેલા નોટિસ ઇશ્યૂ કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઈએ કે, દિલ્હી લિકર પોલિસી (Delhi Liquor Policy) કથિત કૌભાંડ મામલે ઇડી દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 3 નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી અને 3 જાન્યુઆરીના રોજ હાજર થવા કહેવાયું હતું. આ પહેલા બે વાર નોટિસ મળવા છતાં અરવિંદ કેજરીવાલ ED સમક્ષ રજૂ થયા નહોતા.

દિલ્હીના મંત્રી અને આપ નેતા આતિશીએ (Atishi Marlena) મીડિયાને જણાવ્યું હતું કે, 'બે વખત સમન્સ મળ્યા પછી, અરવિંદ કેજરીવાલે ED ને પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે તેમને એજન્સી દ્વારા શા માટે બોલાવવામાં આવ્યા? અત્યાર સુધી ED એ અરવિંદ કેજરીવાલના પ્રશ્નોના જવાબ આપ્યા નથી.' આપ નેતાએ આરોપ લગાવતા આગળ કહ્યું કે, ED અધિકારીઓ પણ જાણે છે કે સમન ગેરકાયદેસર છે, પરંતુ તેઓ કહી શકતા નથી. સત્ય એ છે કે તેઓને ભાજપ કાર્યાલયમાંથી ઓર્ડર મળ્યા છે...આજે માત્ર I.N.D.I.A. જૂથના લોકોને જ બોલાવવામાં આવે છે. દોઢ વર્ષની તપાસ છતાં એક રૂપિયાનો પણ પુરાવો મળ્યો નથી...આ સમન છે. માત્ર લોકસભા ચૂંટણીને કારણે. લોકસભાની ચૂંટણી માટે તમામ પક્ષો એકસાથે આવી રહ્યા છે અને તેથી BJP ED દ્વારા વિપક્ષને ખતમ કરવા માંગે છે... '

ED પાસે છે આ વિકલ્પ!

દિલ્હી લિકર પોલિસીના (Delhi Liquor Policy) કથિત કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલ જો ઈડી સમક્ષ રજૂ ન થાય તો એજન્સીના અધિકારીઓ તેમના ઘરે જઈ શકે છે અને પૂછપરછ કરી શકે છે. જો નક્કર પુરાવા મળે અથવા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળે તો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો - Gyanvapi : આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી, ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવો કે કેમ ? તે અંગે લેવાશે નિર્ણય

Tags :
AAPArvind KejriwalAtishi MarlenaBJPDelhiDelhi Liquor PolicyEnforcement DirectorateGujarat FirstGujarati NewsI.N.D.I.A.Lok Sabha elections 2024
Next Article