પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરને ફટકાર લગાવી, આગોતરા જામીન કર્યા રદ્દ!
આગોતરા જામીન માટે પટિયાલા હાઉસ Court માં અરજી દાખલ
અધિકારી દ્વારા Puja Khedkar ની મદદ કોઈએ કરી છે કે નહીં
IAS Trainee તરીકે Puja Khedkar મહારાષ્ટ્ર આવી હતી
Puja Khedkar Bail Denies: પૂર્વ IAS અધિકારી Puja Khedkarને Delhi પટિયાલા હાઉસ Court એ દ્વારા વધુ એક મુશ્કેલીમાં મૂકવામાં આવી છે. કારણ કે... તાજેતરમાં Puja Khedkar એ આગોતરા જામીન માટે પટિયાલા હાઉસ Courtમાં અરજી દાખલ કરી હતી. પરંતુ આ અરજીને Delhi પટિયાલા હાઉસ Court દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે. તે ઉપરાંત Delhi પટિયાલા હાઉસ Court દ્વારા UPSC ને કહેવામાં આવ્યું છે કે, તેઓ એક સમિતિ બનાવીને કડક તપાસ કરીને શોધ કરવામાં આવે કે, કોઈ અન્ય ઉમેદવાર દ્વારા પણ આ રીતે નકલી પ્રમાણ પત્રનો ઉપયોગ કરીને અનામત લીધો છે કે નહીં.
આ પણ વાંચો: UP માં બ્રાહ્મણોના નાયકની પ્રતિમાના વિરોધમાં BJP એ JCB ફેરવ્યું!
અધિકારી દ્વારા Puja Khedkarની મદદ કોઈએ કરી છે કે નહીં
તે ઉપરાંત Delhi પટિયાલ Court એ એ પણ સૂચન આપ્યું છે કે, Delhi પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવે કે, UPSC માં અધિકારી દ્વારા Puja Khedkar ની મદદ કોઈએ કરી છે કે નહીં. તો Delhi Court દ્વારા Puja Khedkar ની Courtમાં ગેરહાજરી ઉપર પણ સવાલો ઉભા કર્યા છે. જેમાં તેમણે અસંતોષ વ્યક્ત કરતાં, જણાવ્યું છે કે, એવું તો શું કારણ હતું કે, Puja Khedkar સુનાવણીમાં હાજર રહી શક્યા નહીં. અને જો આરોપી કોઈ એક સુનાવણીમાં ઉપસ્થિત રહે છે, એટલે એવું ના માનવામાં આવે કે, તે કેસ પૂર્ણ સુનાવણીમાં નહીં આવે, તો ચાલશે.
IAS Trainee તરીકે Puja Khedkar મહારાષ્ટ્ર આવી હતી
નોંધનીય છે કે UPSC ની ફરિયાદ પર Delhi પોલીસની ક્રાઈમ બ્રાન્ચે Puja Khedkar વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં FIR નોંધી હતી. પૂજા પર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા, 2022 માટેની અરજીમાં ખોટી માહિતી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તો સંપૂર્ણ મામલો ત્યારે બહાર આવ્યો છે, જ્યારે IAS Trainee તરીકે Puja Khedkar મહારાષ્ટ્ર આવી હતી. આ દરમિયાન તેણી પર ખાનગી વાહનમાં લાલ લાઈટ, કાર માટે વીવીઆઈપી નંબર પ્લેટ અને પોતાની કેબિન માંગવાનો આરોપ હતો. આ પછી તેની પસંદગી પર સવાલો ઉભા થયા હતાં, જે બાદ તેનું રહસ્ય ખુલ્યું હતું.
આ પણ વાંચો: અમે માત્ર Reels નથી બનાવતા, અમે કામ કરીએ છીએ : Ashwini Vaishnaw