પૂજા ખેડકરે પોતાની ઉંમરમાં પણ કર્યો ખેલ, 2020થી 2023 માં માત્ર 1 વર્ષ ઉંમરમાં થયો વધારો
મહારાષ્ટ્રમાં તૈનાત ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકર (Trainee IAS officer Pooja Khedkar) ની મુશ્કેલીઓ વધી રહી છે. હવે તેને લઇને એક નવી વાત સામે આવી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેણે પોતાની ઉંમરને લઇને પણ ભૂલ કરી છે. તેણે માત્ર 3 વર્ષના તફાવત સાથે બે દસ્તાવેજોમાં પોતાની ઉંમર અલગ-અલગ દર્શાવી છે. ગઈકાલે, પૂજાની મેડિકલ કોલેજના પ્રોફેસરે (Pooja's Medical College Professor Claimed) દાવો કર્યો હતો કે તેણી તેની શારીરિક અક્ષમતા વિશે ખોટું બોલે છે. જો કે, IAS પૂજાએ હજુ સુધી આ દાવાઓ અંગે કંઈ કહ્યું નથી.
દસ્તાવેજમાં સત્ય બહાર આવ્યું
નોંધનીય છે કે હવે ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરને લઈને વધુ એક નવો દસ્તાવેજ સામે આવ્યો છે જેમાં તેણે વર્ષ 2020માં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલને અરજી આપી હતી, જેમાં તેની ઉંમર 30 વર્ષની છે અને વર્ષ 2023માં તેની ઉંમર આ પ્રકારનો દસ્તાવેજ 31 વર્ષનો છે. આ સિવાય પૂજાએ 2020ના ડોક્યુમેન્ટમાં પોતાના નામની આગળ ડોક્ટર લખ્યુ છે અને 2023ના ડોક્યુમેન્ટમાં ડોક્ટર લખ્યુ નથી. હવે સવાલ એ થાય છે કે શું ડિસેમ્બર 2020 થી ફેબ્રુઆરી 2023 સુધીમાં તેમની ઉંમર માત્ર 1 વર્ષ વધી છે. જણાવી દઈએ કે, ગઈ કાલે પણ કાશીબાઈ નવલે મેડિકલ કૉલેજના MBBS, MD (માઈક્રોબાયોલોજી) ડૉ. અરવિંદ વી. ભોરે દાવો કર્યો હતો કે IAS અધિકારી ડૉ. પૂજા ખેડકરે 2007માં મેડિકલ કૉલેજમાં એડમિશન માટે OBC પ્રમાણપત્ર જમા કરાવ્યું હતું. જેમાં તેમણે OBC વિચરતી જાતિ-3 કેટેગરી હેઠળ પ્રવેશ લીધો હતો, જે વણજારી સમુદાય માટે અનામત છે. જેમાં MBBSમાં એડમિશન લેતી વખતે તેમના મેડિકલ સર્ટિફિકેટમાં તેમની શારીરિક વિકલાંગતા અંગે કોઈ ઉલ્લેખ ન હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, તેણે OBC નોન-ક્રીમી લેયર ક્વોટાનો ઉપયોગ કરીને MBBSમાં એડમિશન લીધું હતું. ઉલ્લેખનીય છે કે, તેની માતા ડૉક્ટર હતી અને પિતા વરિષ્ઠ વહીવટી અધિકારી હતા.
પૂજા પર આ આરોપો પણ લાગ્યા
ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકરને ઓડીમાં લાલ-વાદળી લાઈટો અને VIP નંબર પ્લેટ લગાવવાની માંગને કારણે પુણેથી વાશિમ ટ્રાન્સફર કરવામાં આવી હતી અને તે તેમાં જોડાઈ પણ હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે અલગ ઓફિસની માંગણી પણ કરી હતી. વળી, કેન્દ્ર સરકારે પૂજા ખેડકરના નોન-ઓબીસી ક્રીમી લેયર અને વિકલાંગ પ્રમાણપત્રની તપાસ માટે એક ટીમની રચના કરી હતી.
આ પણ વાંચો - Pooja Khedkar : દિકરી એક નંબરી, માતા 10 નંબરી, પૂજા ખેડકરની માતાનો વીડિયો વાયરલ
આ પણ વાંચો - PUNE: IAS પૂજા ખેડકરની માતાને મળી નોટિસ, મનપાએ માંગ્યો 10 દિવસમાં જવાબ