Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi CM Surrenders: હું દેશ બચાવવા માટે જેલ જઈ રહ્યો છું, Exit Poll ના આંકડાઓ પર વિશ્વાસ કરતા નહીં

Delhi CM Surrenders: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તે ઉપરાંત Exit Poll ના આંકડાઓ પણ સામી આવી ગયા છે. ત્યારે Exit Poll ના આંકડાઓ અનુસાર દેશમાં ત્રીજીવાર ભાજપ સરકાર બનવા...
05:41 PM Jun 02, 2024 IST | Aviraj Bagda
CM Arvind Kejriwal, Tihar Jail, BJP, Delhi, AAP

Delhi CM Surrenders: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. તે ઉપરાંત Exit Poll ના આંકડાઓ પણ સામી આવી ગયા છે. ત્યારે Exit Poll ના આંકડાઓ અનુસાર દેશમાં ત્રીજીવાર ભાજપ સરકાર બનવા જઈ રહી છે. તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ને મળેલી રાહતનો સમય પણ પૂરો થઈ છે. અગાઉ દિલ્હી શરાબનીતિ કૌભાંડમાં તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા Tihar Jail માં મોકલવામાં આવ્યા હતા. જોકે લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને ધ્યાનમાં રાખીને તેમને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ તે જામીનનો સમયગગાળો પૂર્ણ થઈ ગયો છે.

જોકે 10 મેના રોજ CM Arvind Kejriwal ને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. આજરોજ 21 દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવાર Tihar Jail માટે રવાના થયા હતા. તે પહેલા CM Arvind Kejriwal તેમની પત્ની સાથે દિલ્હીના રાજઘાટ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલ અર્પણ અને શિશનમન કર્યા હતા. ત્યાર બાદ તેમણે હનુમાન મંદિરના દર્શન કર્યા હતા. અંતે તેઓ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય પર આપના નેતા અને કાર્યકારોને સૂચનો કરવા માટે પહોંચ્યા હતા.

તમે પ્રચંડ બહુમતીવાળી સરકારને જેલમાં ધકેલી દીધી

ત્યારે CM Arvind Kejriwal આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી મહત્વપૂર્ણ નથી, દેશ મહત્વપૂર્ણ છે. તમારો દીકરો ફરી જેલમાં જવાનો છે. મેં સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. મોદીજીએ પણ સ્વીકાર્યું કે CM Arvind Kejriwal વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેમણે કહ્યું કે CM Arvind Kejriwal અનુભવી ચોર છે. તો હું એ કબૂલ કરૂ છું. તમે મને કોઈ પુરાવા વગર જેલમાં ધકેલી દીધો. તમે પ્રચંડ બહુમતીવાળી સરકારને જેલમાં ધકેલી દીધી. આ સરમુખત્યારશાહી છે. એટલે હું આ સરમુખત્યારશાહી સામે લડી રહ્યો છું.

સત્તાધીશો જેલમાં મારી સાથે શું-શું કરશે?

CM Arvind Kejriwal એ વધુમાં કહ્યું કે, શહીદ ભગત સિંહે કહ્યું હતું કે, સત્તામાં સરમુખત્યારશાહી જોવા મળે છે, ત્યારે લોકોએ જેલમાં જવું પડે છે. ભગત સિંહ દેશને આઝાદ કરવા માટે જેલમાં ગયા હતા. ત્યારે આ વખતે જેલમાં હું જઈ રહ્યો છું. પણ મને એ ખબર નથી કે હું ક્યારે બહાર આવીશ. તો સત્તાધીશો જેલમાં મારી સાથે શું-શું કરશે. હું માત્ર દેશ માટે જેલમાં જઈ રહ્યો છે.

લોકો Exit Poll પર વિશ્વાસ કરવાની જરૂર નથી

તો Exit Poll અંગે CM Arvind Kejriwal કહ્યું કે તમામ Exit Poll નકલી છે. કારણ કે ભાજપને વધુ સીટો આપવી પડશે તેવું ઉપરથી આવ્યું હશે. ત્રણ દિવસ પહેલા નકલી Exit Poll કરાવવાની શું જરૂર હતી. તમે લોકો Exit Poll પર વિશ્વાસ કરવાની અને તેનાથી ડરવાની જરૂર નથી. આપણે એ આત્મવિશ્વાસ રાખવાની જરૂર છે કે, જીત આપણી થશે. આ લોકસભા ચૂંટણી 2024 દેશ અને લોકતંત્રને બચાવવા માટે યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: PM Modi Delhi Meeting: એક્ઝિટ પોલના સમાપન સાથે જ ભાજપ સરકાર આવી એક્શન મોડમાં

Tags :
AAPBJPCM Arvind KejriwalDelhiDelhi CM SurrendersDictatorshipExit PollGujarat FirstTihar Jail
Next Article