Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈટલીમાં શરૂ થઇ શકે છે તાનાશાહી, મુસોલિનીની પ્રશંસક વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ

જ્યારે પણ તાનાશાહ (Dictator) શબ્દ આવે છે ત્યારે લગભગ આપણે બધા જ હિટલર (Hitler)ને જ યાદ કરીએ છીએ. હિટલર ઉપરાંત પણ ઘણા એવા નેતા થઇ ચુક્યા છે કે જેઓ તાનાશાહી વલણ ધરાવતા હતા. જેમા એક નામ મુસોલિની (Mussolini) નું આવે છે. તાજેતરમાં ઈટલીથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે, અહીં હાલમાં ચૂંટણી ચાલી રહી છે. જેમા આ ક્રૂર તાનાશાહ મુસોલિનીની એક પ્રશંસક જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) જીત તરફ અગ્રેસર છે. મેલોની ઈટલીમાં PM પદનà
ઈટલીમાં શરૂ થઇ શકે છે તાનાશાહી  મુસોલિનીની પ્રશંસક વડાપ્રધાન બનવાની રેસમાં સૌથી આગળ
Advertisement
જ્યારે પણ તાનાશાહ (Dictator) શબ્દ આવે છે ત્યારે લગભગ આપણે બધા જ હિટલર (Hitler)ને જ યાદ કરીએ છીએ. હિટલર ઉપરાંત પણ ઘણા એવા નેતા થઇ ચુક્યા છે કે જેઓ તાનાશાહી વલણ ધરાવતા હતા. જેમા એક નામ મુસોલિની (Mussolini) નું આવે છે. તાજેતરમાં ઈટલીથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે, અહીં હાલમાં ચૂંટણી ચાલી રહી છે. જેમા આ ક્રૂર તાનાશાહ મુસોલિનીની એક પ્રશંસક જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) જીત તરફ અગ્રેસર છે. 
મેલોની ઈટલીમાં PM પદના ઉમેદવાર
હાલમાં ઈટલીમાં જે ચૂંટણી યોજાઈ રહી છે તેના પરિણામો પર લગભગ સમગ્ર યુરોપની નજર છે. નિષ્ણાતોના મતે, ઇટલીના લોકો આ સમયે નક્કી કરી રહ્યા છે કે તેઓએ દક્ષિણપંથી સરકાર પસંદ કરવી જોઈએ કે નહીં. જણાવી દઈએ કે, એક્ઝિટ પોલ મુજબ આ સમયે ઈટલીમાં બ્રધર્સ ઓફ ઈટલીના જ્યોર્જિયા મેલોનીનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત છે. તેમની પાર્ટીની જીત લગભગ નિશ્ચિત છે. જો જ્યોર્જિયા આ વખતે ચૂંટણી જીતશે તો તે દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન (Prime Minister) બનશે. વાસ્તવમાં મેલોની ઈટલીમાં PM પદના ઉમેદવાર છે. તેઓ દક્ષિણપંથી નેતા છે અને વર્તમાન ચૂંટણીમાં તેમની જીત ખૂબ જ મજબૂત જણાય છે. ઉલ્લેખનીય છે કે ઈટલીમાં સામાન્ય ચૂંટણીના એક્ઝિટ પોલમાં આવી રહેલા ટ્રેન્ડમાં દેશમાં આગામી સરકાર જ્યોર્જિયાની પાર્ટી 'બ્રધર્સ ઓફ ઈટલી' (Brothers of Italy) બનાવી રહી છે.

સામાન્ય ચૂંટણીમાં મેલોનીની પાર્ટી ટોચ પર 
રસપ્રદ વાત એ છે કે, પરિણામો પહેલા જ જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) એ પોતે ઈટલીની કમાન સંભાળવાનો દાવો કર્યો છે. સામાન્ય ચૂંટણીમાં મેલોનીની પાર્ટી ટોચ પર આવી છે. પોતાની જીતની આશા દર્શાવ્યા બાદ તેણે સોમવારે કહ્યું કે, તે દેશમાં આગામી સરકાર બનાવવા જઈ રહી છે. તેણીએ વધુમાં કહ્યું કે, સત્તા સંભાળ્યા બાદ તે સામાન્ય ઈટાલિયન નાગરિકો માટે કામ કરશે. દરમિયાન, ઇટલીના બ્રધર્સ ઓફ ઈટલીના વડા, જ્યોર્જિયા મેલોનીએ સોમવારે જણાવ્યું હતું કે ઇટાલીના મતદારોએ આગામી સરકાર બનાવવાના અધિકારનો સ્પષ્ટ આદેશ આપ્યો છે અને દેશને તેની ઘણી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરવા માટે એકતા બની રહે તે માટે હાંકલ કરી છે. 
વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત બનશે
મેલોનીએ પત્રકારોને જણાવ્યું હતું કે જો અમને આ દેશ પર શાસન કરવાનું કહેવામાં આવશે, તો અમે તમામ ઇટાલિયનો માટે કામ કરીશું. લોકોને એક કરવાના હેતુથી કામ કરીશું. જે તેમને વિભાજિત કરે છે તે ચીજોને તેઓ દૂર કરશે. સાથે જ તેમણે કહ્યું કે, અમે તમારા ભરોસા સાથે વિશ્વાસઘાત નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયા મેલોનીને ઈટાલીની સૌથી કટ્ટર નેતા માનવામાં આવે છે. જણાવી દઈએ કે મેલોનીએ રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોનું સમર્થન કર્યું હતું. તેણે યુક્રેનના યુદ્ધમાં યુરોપને પણ સાથ આપ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી તેમના વલણમાં નરમાઈ જોવા મળી રહી છે. જણાવી દઇએ કે, જો ઇટલીના જ્યોર્જિયા જીતે છે, તો બીજા વિશ્વયુદ્ધ પછી તે પ્રથમ વખત બનશે કે કોઈ દક્ષિણપંથી પક્ષ સરકાર બનાવશે.
કેમ લોકપ્રિય છે Giorgia Meloni
જ્યોર્જિયા મેલોની ઈટાલીમાં ખૂબ જ લોકપ્રિય નેતા છે. મેલોનીની પાર્ટીને 2018ની સામાન્ય ચૂંટણીમાં 4.5 ટકા વોટ મળ્યા હતા. તેણી 45 વર્ષની છે અને તેણે 'ભગવાન, દેશ અને પરિવાર' ના નારા સાથે પ્રચાર કર્યો હતો. એન્ટિ-ઇમિગ્રેશન, LGBTQ અને ગર્ભપાત જેવા મુદ્દા તેમના એજન્ડામાં છે. 2018 પછી મેલોનીની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો. 2008મા જ્યારે બર્લુસ્કોની વડાપ્રધાન હતા ત્યારે તેઓ રમતગમત મંત્રી હતા. મેલોની તેમની પાર્ટીના ફાસીવાદના મૂળને ઘટાડવા માંગે છે. મેલોનીએ પોતાની ઇમેજને નરમ કરવા અને સુધારવા માટે સખત મહેનત કરી છે. એટલા માટે તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય પણ બની છે. લગભગ મોટાભાગના લોકો તેમના વડાપ્રધાન બનવાની અપેક્ષા રાખી રહ્યા છે. મેલોનીનું દક્ષિણપંથી ગઠબંધન હાલમાં બંને ગૃહોને નિયંત્રિત કરે છે. રાજકીય અને ચૂંટણી નિષ્ણાતો માને છે કે તે સેનેટના 42.2% મત મેળવી શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×