Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cyclone Hamoon: ઝડપથી વધી રહ્યુ છે ચક્રવાતી તોફાન હમૂન, IMDએ આપ્યુ એલર્ટ

બંગાળની ખાડીમાં વાવાઝોડુ હામૂન મજબૂત બની રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહને અનુસરવા જણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની...
cyclone hamoon  ઝડપથી વધી રહ્યુ છે ચક્રવાતી તોફાન હમૂન  imdએ આપ્યુ એલર્ટ
Advertisement

બંગાળની ખાડીમાં વાવાઝોડુ હામૂન મજબૂત બની રહ્યું છે. જેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં, હવામાન વિભાગે લોકોને વાવાઝોડા વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહને અનુસરવા જણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડી પર સર્જાયેલ વાવાઝોડુ હામૂન છેલ્લા 6 કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે.

Advertisement

Advertisement

હામૂન 25 ઓક્ટોબરે બાંગ્લાદેશ પહોંચશે

Advertisement

હવામાન વિભાગે કહ્યું કે તે 25 ઓક્ટોબરની સાંજે ખેપુપારા અને ચિત્તાગોંગ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અહીં લેન્ડફોલ થઈ શકે છે. ચક્રવાતી તોફાનની ઝડપ 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને 85 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.

નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમના દક્ષિણ ભાગોમાં આજે અને આવતીકાલે બુધવારે ભારે વરસાદ વરસવાની સંભાવના રહેલી છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ સિવાય કેરળ અને તમિલનાડુમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ  પણ  વાંચો -DELHI DUSSEHRA 2023 : ‘અમે શ્રી રામની ગરિમા અને સરહદોની સુરક્ષા બંને જાણીએ છીએ’, ટૂંક સમયમાં જ થશે રાવણ દહન

Tags :
Advertisement

Trending News

.

×