Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Crime : વિદેશમાં બંધક પતિને છોડાવવા પત્નિએ કર્યો ફોન, કિડનેપરે મૂકી આ અભદ્ર શરત

Crime :  ગોરખપુરના એક ગામમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 7 મહિના પહેલા ગામના કેટલાક લોકોએ તેના પતિને નોકરી અપાવવાના નામે વિદેશ મોકલી દીધા હતા. જેની સામે તેઓએ ₹80 હજાર લીધા અને હવે તેને બંધક બનાવીને...
04:13 PM May 06, 2024 IST | Hiren Dave

Crime :  ગોરખપુરના એક ગામમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 7 મહિના પહેલા ગામના કેટલાક લોકોએ તેના પતિને નોકરી અપાવવાના નામે વિદેશ મોકલી દીધા હતા. જેની સામે તેઓએ ₹80 હજાર લીધા અને હવે તેને બંધક બનાવીને ₹1 લાખની માંગણી કરી રહ્યાં છે. જે પૂરી કરી દેવાઈ હોવા છતાં તે મારા પતિને છોડવાના નામે મારી સાથે રાત વિતાવવાની માંગણી કરી રહ્યા છે.

 

ગોરખપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગામના કેટલાક લોકોએ નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિને વિદેશ મોકલ્યો અને ત્યાં કામ કર્યા બાદ તેનો પગાર પણ ન આપ્યો. હવે તેને બંધક બનાવીને તેની પત્ની પાસેથી 1 લાખ રૂપિયા પણ વસૂલ કર્યા હતા. આમ છતાં તે પતિને છોડી દેવા સામે પત્નીને એક રાત વિતાવવા માટે માગણી કરી રહ્યાં છે. આ માટે પત્નીને લખનઉ બોલાવી રહ્યા છે. પોલીસ પીડિતાની ફરિયાદના આધારે કેસની તપાસ કરી રહી છે.

 

મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ  ફરીયા

ગોરખપુરના ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારના સિહોદવાની રહેવાસી એક મહિલાએ રવિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગામના કેટલાક લોકોએ 7 મહિના પહેલા તેને વિદેશમાં નોકરી અપાવવા માટે તેના પતિ પાસેથી 80 હજાર રૂપિયા લીધા હતા. છેતરપિંડી કરીને તેને ટુરિસ્ટ વિઝા પર દુબઈ મોકલ્યો હતો. ત્યાં તેને કામ કરાવવામાં આવ્યું અને પગાર પણ ન અપાયો. જ્યારે તેઓએ આનો વિરોધ કર્યો ત્યારે તેમને બંધક બનાવીને તેઓ મારા ઘરે આવ્યા અને મારા પતિને છોડવાના બદલામાં મારી પાસેથી એક લાખ રૂપિયા લઈ ગયા હતા.

જાણો મહિલાએ  શું  કહ્યું

મહિલાએ જણાવ્યું કે આટલું છતાં તેમને હજુ સુધી છોડવામાં આવી રહ્યાં નથી અને તેને વીડિયો કોલ દ્વારા લખનઉ બોલાવવામાં આવી રહી છે. આરોપીઓ મારી સાથે શારીરિક સંબંધોની માંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે હવે તમારા પતિને આ શરતે છોડવામાં આવશે. ગગહા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દીપક સિંહે જણાવ્યું કે મહિલા તરફથી ફરિયાદ મળી છે. કેસની તપાસ ચાલી રહી છે. જો દોષી સાબિત થશે તો આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ  વાંચો - Radhika Khera એ કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘રૂમમાં બંધ કરી અને મારી સાથે…’

આ પણ  વાંચો - મને કોંગ્રેસ ઓફિસમાં બંધ કરી દીધી અને…. -Radhika Khera

આ પણ  વાંચો - પાકિસ્તાનના કેટલાક પાગલ નેતાઓની આત્મા INDI ગઠબંધનના નેતાઓમાં પ્રવેશી છે – સુધાંશુ ત્રિવેદી

Tags :
Crime NewshusbandifestylejobpoliceRelationshipTourist Visavisawife
Next Article