Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Corona : સાચવજો...11 રાજ્યોમાં JN.1 વેરિયન્ટના 500થી વધુ કેસ, 24 કલાકમાં 5ના મોત

દેશમાં કોરોનાના (Covid 19) નવા સબ વેરિયન્ટ JN.1ના કેસોમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના (Corona) કારણે 5 દર્દીઓના મોત નીપજ્યા છે. 2 જાન્યુઆરી, 2024 સુધી 11 રાજ્યોમાંથી JN.1ના કુલ 511 મામલા સામે આવ્યા છે....
corona   સાચવજો   11 રાજ્યોમાં jn 1 વેરિયન્ટના 500થી વધુ કેસ  24 કલાકમાં 5ના મોત
Advertisement

દેશમાં કોરોનાના (Covid 19) નવા સબ વેરિયન્ટ JN.1ના કેસોમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના (Corona) કારણે 5 દર્દીઓના મોત નીપજ્યા છે. 2 જાન્યુઆરી, 2024 સુધી 11 રાજ્યોમાંથી JN.1ના કુલ 511 મામલા સામે આવ્યા છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) હેઠળ સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) એ આ માહિતી આપી છે.

Advertisement

મીડિયા અહેવાલ અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) કુલ 602 નવા કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ કેસોની સંખ્યા 4,50,15,136 (4 કરોડ, 50 લાખ 15 હજાર 136) પર પહોંચી છે. જો કે, સક્રિય કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ સક્રિય કેસ 4,440 હતા, જેમાં મંગળવારથી 125નો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 722 લોકો સ્વસ્થ થયા છે અને કુલ સાજા થયેલા કેસોની સંખ્યા 4,44,77,272 થઈ ગઈ છે.

Advertisement

આ રાજ્યોમાં નોંધાયા JN.1 વેરિયન્ટના કેસ

Advertisement

કેરળમાં (Kerala) છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલા અને એક પુરુષ સામેલ છે. કર્નાટકમાં ગત 24 કલાકમાં એક દર્દીની કોરોનાથી (Corona) મોતની સૂચના છે. જ્યારે પંજાબમાં 1, તમિલનાડુમાં 1 અને ઓરિસ્સામાં 1 દર્દીનું મોત નીપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરી, 2024 સુધીમાં 11 રાજ્યોમાંથી JN.1 વેરિયન્ટના કુલ 511 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં અત્યાર સુધી સબ-વેરિયન્ટના 199 કેસ નોંધાયા છે. તે જ સમયે, કેરળમાં 148 કેસ, ગોવામાં 47 કેસ, ગુજરાતમાં 36, મહારાષ્ટ્રમાંથી 32, તમિલનાડુમાં 26, દિલ્હીમાં 15 અને રાજસ્થાનમાં 4, તેલંગાણામાં બે, ઓડિશા અને હરિયાણામાં એક-એક કેસ નોંધાયા છે.

આ પણ વાંચો - I.N.D.I. : ગઠબંધનના સંયોજક તરીકે નીતિશ કુમારના નામની ચર્ચા, કોંગ્રેસ સહિત આ નેતાઓનો પણ મળશે સાથ?

Tags :
Advertisement

Trending News

.

×