Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Congress Fourth Candidate List: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર

Congress Fourth Candidate List: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આજરોજ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને 4 યાદી જાહેર કરી છે. એક અહેવાલ અનુસાર દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે....
11:08 PM Mar 23, 2024 IST | Aviraj Bagda
Congress Fourth Candidate List

Congress Fourth Candidate List: કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આજરોજ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને 4 યાદી જાહેર કરી છે. એક અહેવાલ અનુસાર દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોંગ્રેસે 13 બેઠકો પર 46 ઉમેદવારો ઉભા રાખ્યા

અમેઠી અને રાયબરેલીની બેઠક પર હજુ પણ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા નથી. આ 4 યાદીમાં પણ આ બે ખાસ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા નથી. કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 9 ઉમેદવારો ઉત્તર પ્રદેશ, 2 ઉત્તરાખંડ અને 12 ઉમેદવારો મધ્ય પ્રદેશમાંથી મેદાનમાં છે.

રાજ્યબેઠકોની સંખ્યા
આસામ1 સીટ પર
આંદામાન1 સીટ પર
ચંડીગઢ1 સીટ પર
જમ્મુ અને કાશ્મીર2 બેઠકો પર
મધ્યપ્રદેશ12 બેઠકો પર
મહારાષ્ટ્ર4 બેઠકો પર
મણિપુર2 બેઠકો પર
મિઝોરમ1 સીટ પર
રાજસ્થાન3 બેઠકો પર
તમિલનાડુ7 બેઠકો પર
ઉત્તર પ્રદેશ9 બેઠકો પર
ઉત્તરાખંડ2 બેઠકો પર
પશ્ચિમ બંગાળ1 સીટ પર

આ સિવાય આસામની 1 બેઠક, જમ્મુ-કાશ્મીરની 2 બેઠક, મણિપુરની 2 બેઠક અને પશ્ચિમ બંગાળની 1 બેઠક પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. આ રીતે કોંગ્રેસે 13 બેઠકો પર 46 ઉમેદવારો ઉભા રાખ્યા છે.

કોંગ્રેસે ચોથી યાદી સહિત કુલ 185 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

કોંગ્રેસે 8 માર્ચે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. તેમાં 39 ઉમેદવારોના નામ હતા, જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ સામેલ હતું. ચાર દિવસ પછી 12 માર્ચે કોંગ્રેસે તેના લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તે યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી 22 માર્ચે કોંગ્રેસે 57 ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી હતી. એટલે કે કોંગ્રેસે પ્રથમ ત્રણ યાદીઓ દ્વારા કુલ 139 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. હવે કોંગ્રેસે ચોથી યાદી સહિત કુલ 185 ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાય છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે, જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. જૈ પૈકી 4 જૂને પરિણામ જાહેર થશે.  તો ભાજપનો દાવો છે કે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં તેને 370થી વધુ બેઠકો મળશે, જ્યારે NDA 400 બેઠકો જીતશે. બીજી તરફ Congressની આગેવાની હેઠળના INDIA Alliance એ જીતનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: Arvind Kejriwal Arrest :દિલ્હી HC એ કેજરીવાલને આપ્યો ઝટકો, તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર

આ પણ વાંચો: Arvind Kejriwal Arrest :દિલ્હી HC એ કેજરીવાલને આપ્યો ઝટકો, તાત્કાલિક સુનાવણી માટે ઇનકાર

આ પણ વાંચો: Elvish Yadav Bail: 5 દિવસ જેલમાં પસાર કર્યા બાદ Elvish Yadavને મળ્યા જામીન

Tags :
AsamBJPCongress Candidates ListGujaratFirstINDIA allianceLok-Sabha-electionMadhya PradeshMallikarjun KhadgeNationalrahul-gandhiRajsthanSonia GandhiTamilNaduUttrakhand
Next Article