Chhattisgarh : નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર કર્યો હુમલો, 9 જવાન શહીદ
- બીજાપુરમાં નક્સલીઓનો મોટો હુમલો
- સુરક્ષા દળોના વાહનને ઉડાવી દેવામાં આવ્યું
- IED બ્લાસ્ટમાં 9 જવાનો શહીદ થયા
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. DRG જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટક ભરેલું વાહન સુરક્ષા દળોના કાફલાની નજીક આવ્યું અને વિસ્ફોટ થયો.
હુમલામાં 9 જવાનો શહીદ થયા
મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓએ જાળ બિછાવી હતી, સુરક્ષા દળોનો કાફલો જેવો પસાર થયો કે તરત જ IED બ્લાસ્ટ થયો. આ હુમલામાં 9 જવાનો શહીદ થયાના સમાચાર છે, જેમાં 8 DRG સૈનિકો અને એક ડ્રાઈવર સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કુટરૂ રોડ પર IED બ્લાસ્ટથી સૈનિકોના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું. માહિતી આપતા, આઈજી બસ્તરે જણાવ્યું હતું કે, છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ તેમના વાહનને IED બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધા બાદ 8 DRG જવાન અને દંતેવાડાના એક ડ્રાઈવર સહિત 9 લોકોના મોત થયા હતા. તેઓ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા.
ક્યા થયો આ હુમલો?
બસ્તર IGએ વધુમાં જણાવ્યું હતું કે દંતેવાડા/નારાયણપુર/બીજાપુરની સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. લગભગ 2.15 વાગ્યે, બીજાપુર જિલ્લાના કુટરૂ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ અંબેલી નજીક માઓવાદીઓ દ્વારા સુરક્ષા દળના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું, જેમાં 8 દંતેવાડા DRG સૈનિકો અને એક ડ્રાઇવર શહીદ થયા હતા. કુલ 9 જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, IED અને RDX જપ્ત