Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું, જાણો કોને મળ્યું ક્યુ ખાતું?

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકેલા પડેલા મંત્રિમંડળના વિસ્તરણને લઈને રાજ્યની રાજનીતિનો પારો ગરમ હતો. શુક્રવારે જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નાણાંમંત્રાલય મળ્યું. છગન ભુજબળન અને હસન મુશરીફ અને ધનંજય મુંડેને પણ...
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું  જાણો કોને મળ્યું ક્યુ ખાતું

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તાર કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકેલા પડેલા મંત્રિમંડળના વિસ્તરણને લઈને રાજ્યની રાજનીતિનો પારો ગરમ હતો. શુક્રવારે જ્યારે સ્થિતિ સ્પષ્ટ થઈ તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નાણાંમંત્રાલય મળ્યું. છગન ભુજબળન અને હસન મુશરીફ અને ધનંજય મુંડેને પણ મહત્વના વિભાગો ફાળવવાની વાત સામે આવી છે.

Advertisement

cabinet expansion in maharashtra

સૌથી મટી વાત એ છે કે આ કેબિનેટ વિસ્તારમાં ભાજપે મોટાભાના વિભાગ ગુમાવી NCP ના નેતાઓને ફાળવાયા છે જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પોતાનો કૃષિ વિભાગ ગુમાવવો પડ્યો છે જોકે NCP તરફથી થયેલા સોદામાં મુખ્યમંત્રી શિંદે ભાજપ પર ભારે પડ્યા છે.

Advertisement

કોને શું મળ્યું

  • અજીત પવાર - નાણાં મંત્રાલય
  • ધનંજય મુંડે - કૃષિ વિભાગ
  • દિલિપ વલસે પાટિલ - સહકાર વિભાગ
  • હસન મુશ્રીફ - શિક્ષણ અને હેલ્થ
  • છગન ભુજબળ - ખાદ્ય અને નાગરિક પુરવઠા
  • ધર્મરાવ અત્રામ - ખાદ્ય અને ઔષધિ પ્રશાસન
  • રમત-ગમત - અનિલ ભાઈદાસ પાટિલ
  • મહિલા અને બાળ કલ્યાણ - અહિતિ તટકરે

cabinet expansion in maharashtra

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં લાંબી મથામણ બાદ આખરે મુખ્યમંત્રી શિંદેએ NCP ના નવનિયુક્ત મંત્રીઓના વિભાગોની વહેંચણી પણ મહોર મારી દીધી છે. NCP ના ક્વોટામા 7 મંત્રાલયો આવ્યો છે જેમાં નાણાં મંત્રાલય પણ સામેલ છે જેને લઈને ઘણાં દિવસોથી રસાકસી ચાલી રહી હતી. આ સિવાય NCP ને યોજના, ખાદ્ય અને નાગરિક પુરવઠો. સહકારિ સમિતિઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, રાહત અને પુનર્વસન, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલય પણ સામેલ છે.

Advertisement

CM Shinde પાસે કયું ખાતુ?

Maharashtra CM એકનાથ શિંદે પાસે સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, પરિવહન વિભાગ, સામાજીક ન્યાય, જળવાયુ પરિવવર્તન અને ખનન વિભાગની જવાબદારી છે આ સિવાય તેઓ ઈન્ફોર્મેશેન ટેક્નોલોજી સહિત માહિતિ અને જનસંપર્ક મંત્રાલય પણ સંભાળી રહ્યાં છે.

ફડનવીસ પાસે કયું ખાતુ?

Maharashtra DyCM દેવેન્દ્ર ફડનવીસ પાસે ગૃહ, કાયદો અને ન્યાય વિભાગની જવાબદારી છે. આ સિવાય ફડનવીસ પાસે જળ સંસાધન, લાભ ક્ષેત્ર વિકાસ ઉર્જા અને શાહી શિષ્ટાચાર વિભાગ છે.

શિંદે અને ભાજપ પાસેથી કેટલા ખાતા ગયા?

શિંદે જુત પાસેથી અજીત પવાર ગૃપના ખાતામાં ત્રણ મંત્રાલય ગયા છે જેમા કૃષિ, ખાદ્ય અને ઔષધિ, રાહત અને પુનર્વસન છે. જ્યારે ભાજપે 6 મંત્રાલય ગુમાવવા પડ્યા છે. તેમાં નાણાં, સહયોગ, આરોગ્ય અને શિક્ષણ, ખાદ્ય નાગરિક પુરવઠો, રમત ગમત અને મહિલા તથા બાળ કલ્યાણ મંત્રાલય છે.

આ પણ વાંચો : CHANDRAYAN-3 આ વખતે 10 તબક્કામાં પહોંચશે ચંદ્ર સુધી, જાણો કેવી રીતે કરશે કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.