Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Budget 2024 : બજેટથી કોને કેટલી આશા? મધ્યમ વર્ગને મળશે રાહત!

Budget 2024 : આજથી સંસદનું બજેટ સત્ર (The Budget Session) શરૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 23 જુલાઈએ NDA ગઠબંધન સરકારનું પ્રથમ અને PMના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ (Budget) રજૂ કરશે. આને...
budget 2024   બજેટથી કોને કેટલી આશા  મધ્યમ વર્ગને મળશે રાહત

Budget 2024 : આજથી સંસદનું બજેટ સત્ર (The Budget Session) શરૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) 23 જુલાઈએ NDA ગઠબંધન સરકારનું પ્રથમ અને PMના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ (Budget) રજૂ કરશે. આને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે. કેન્દ્રીય બજેટ (Union Budget) ના એક દિવસ પહેલા આજે એટલે કે 22 જુલાઈએ સંસદમાં "ઈકોનોમિક સર્વે" રજૂ થઈ શકે છે. ઈકોનોમિક સર્વે (Economic Survey) એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબો હોય છે. વળી આવતી કાલે રજૂ થવાના બજેટથી સામાન્ય જનતાને ખૂબ જ છે.

Advertisement

ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં થઇ શકે છે વધારો

કેન્દ્ર સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ ખેડૂતો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. વાસ્તવમાં, ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની વોટબેંકમાં ઉત્સાહ ભરવા અને લોકસભા ચૂંટણીમાં હારથી ઉભી થયેલી નિરાશાને બાજુએ ધકેલી દેવાનો પ્રયાસ કરી રહી છે. બજેટ સાથે જોડાયેલા અધિકારીઓને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 12,000 રૂપિયા સુધી વધારી શકે છે. એટલે કે મહિને એક હજાર રૂપિયા. હાલમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા ત્રણ હપ્તામાં મળે છે. આ પૈસા તે તમામ ખેડૂતોને આપવામાં આવે છે જેમની પાસે જમીન છે. આ સાથે સરકાર હવે આ રકમ ત્રિમાસિકના બદલે દર મહિને ખાતામાં મોકલવાની વ્યવસ્થા કરી શકે છે. કૃષિ ઉત્પાદનો પર GST દર ઘટાડવાનો નિર્ણય થઈ શકે છે.

સામાન્ય લોકો માટે…

આ બજેટમાં હોમ લોન પર વ્યાજ માટે કપાતની મર્યાદા ઓછામાં ઓછા 3 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ. તમામ માટે નવી આવાસ યોજનાની અપેક્ષા, સામાજિક ખર્ચમાં વધારો અપેક્ષિત.

Advertisement

નોકરી કરતા લોકોને...

એવી અટકળો છે કે સરકાર આવકવેરા મુક્તિ મર્યાદામાં ફેરફાર કરશે. તેનાથી મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને ઘણો ફાયદો થશે. વધતી જતી મોંઘવારીને કારણે જૂની અને નવી આવકવેરા પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વર્તમાન રૂ. 50,000થી વધારીને રૂ. 1 લાખ કરવાની માંગ. નવી પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવી શકાય છે, જેને લઈને હાલમાં સરકારી કર્મચારીઓ નારાજ છે.

કામદારોને…

મનરેગા હેઠળ, વેતનના દિવસો 100 થી વધારીને 150 દિવસ કરી શકાય છે. મનરેગા કામદારોને કૃષિ ક્ષેત્ર સાથે જોડવા માટે નિર્ણય લઈ શકાય છે.

Advertisement

યુવાનોને…

સરકાર પર સૌથી મોટું દબાણ રોજગારીની તકો ઊભી કરવાનું છે. કૌશલ્ય વિકાસ અને રોજગારી પેદા કરતા ક્ષેત્રો માટે બજેટમાં ફાળવણીમાં વધારો થવાની શક્યતા છે. અગ્નિવીર જેવી યોજનામાં સૈનિકોને વધુ આર્થિક લાભની જાહેરાત કરી શકાય છે.

મહિલાઓને…

રાંધણગેસથી લઈને આરોગ્ય સેવાઓ સુધી સબસિડી આપી શકાય છે. મહિલાઓને ટેક્સમાં છૂટ આપવા પર પણ વિચાર કરી શકાય. મહિલા જમીન માલિક ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ 12,000 રૂપિયા હોઈ શકે છે.

ઉદ્યોગપતિઓ...

નેશનલ રિટેલ બિઝનેસ પોલિસી હેઠળ 10 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મેળવવાની અપેક્ષા રાખો. આ માટે માત્ર 6,000 રૂપિયાનું અંદાજિત પ્રીમિયમ. સરકાર ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના (PLI)નો વ્યાપ વધારી શકે છે. તેના કાર્યક્ષેત્રમાં કાપડ, ઝવેરાત અને હસ્તકલા જેવા ક્ષેત્રોનો સમાવેશ થઈ શકે છે.

આ પણ વાંચો: આજથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, આવતીકાલે નાણામંત્રી સીતારમણ રજૂ કરશે Budget

Tags :
Advertisement

.