Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાજ્યએ UPS ને આપી મંજૂરી, Govt કર્મચારીઓને અડધો પગાર મળશે

મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યમાં UPS ને આપી મંજૂરી 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે સરકારમાં કુલ 25 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ Unified Pension Scheme in maharashtra : ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે નવી પેન્શન યોજના Unified Pension Scheme ને...
આ રાજ્યએ ups ને આપી મંજૂરી  govt કર્મચારીઓને અડધો પગાર મળશે
  • મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યમાં UPS ને આપી મંજૂરી

  • 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે

  • સરકારમાં કુલ 25 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ

Unified Pension Scheme in maharashtra : ગઈકાલે કેન્દ્રીય કેબિનેટે નવી પેન્શન યોજના Unified Pension Scheme ને મંજૂરી આપી છે. ત્યારબાદ વિવિધ રાજ્યોમાં પણ આ Unified Pension Scheme ને અમલમાં મૂકવાની શરૂઆત કરવામાં આવી છું. જોકે આજરોજ મહારાષ્ટ્ર કેબિનેટે Unified Pension Scheme ને રાજ્યમાં મંજૂરી આપી છે.

Advertisement

23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે

આ યોજના હેઠળ કર્મચારીઓને 50% પેન્શનની રકમ લાભાર્થીને આપવામાં આવશે. તે ઉપરાંત Unified Pension Scheme અંતર્ગત પારિવારિત પેન્શન, મિનિમમ પેન્શન, ઈન્ફ્લેશન સાથે ઈન્ડ્કેશન અને ગ્રેચ્યુટી ઉપરાંત વિવિધ સુવિધાઓને સામેલ કરવામાં આવી છે. Unified Pension Scheme બેઠળ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. જોકે આ આંકડામાં રાજ્ય સરકારના કર્મચારીઓ પણ સામેલ છે. ત્યારે આશરે 90 લાખ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા જ PM મોદીના 'હનુમાને' કર્યો મોટો દાવો, કહ્યું- ઝારખંડમાં NDA ની સરકાર બનશે...

Advertisement

સરકારમાં કુલ 25 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ

Unified Pension Scheme હેઠળ નિવૃત્તિ પહેલા 12 મહિનાના સરેસાશ સામાન્ય પેના 50 ટકા પેન્શન રકમ લાભાર્થીને ચૂકવવામાં આવશે. તે ઉપરાંત આ યોજના માટે કર્મચારીએ સરકારમાં કુલ 25 વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ. જે કર્મચારી 25 વર્ષ સુધી ફરડ નિભાવશે, તેમને Unified Pension Scheme નો લાભ થશે. બીજી તરફ જો સેવા 25 વર્ષથી ઓછી અને 10 વર્ષથી વધુ હોય, તો તે કર્મચારીઓને સેવાના પ્રમાણમાં પેન્શન મળશે.

Advertisement

Unified Pension Scheme અંતર્ગત નીચે મુજબ ફાયદા મળશે

  • આ યોજના મૃતક કર્મચારીની પત્ની/પતિને કોઈપણ કર્મચારીના મૃત્યુ પહેલા પેન્શનના 60 ટકા મળશે
  • જેમની સેવાનો સમયગાળો ઓછો છે. તેમના માટે યોજનામાં દર મહિને 10,000 રૂપિયાની નિશ્ચિત લઘુત્તમ પેન્શનની જોગવાઈ
  • યોજનામાં ફુગાવાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાની પેટર્ન, ફુગાવો સૂચકાંક અને ફેમિલી પેન્શનનો સમાવેશ કરાયો
  • યોજનામાં નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી ઉપરાંત એકમ રકમની ચુકવણીની જોગવાઈ છે
  • દરેક 6 મહિનાની સેવા માટે માસિક પગાર 1/10મી (Pay+DA) નિવૃત્તિની તારીખે આપવામાં આવશે

આ પણ વાંચો: Maharashtra ની શાળામાં બદલાપુર જેવી ઘટના, કેન્ટીનમાં બાળકી પર ગુજારતો હતો ત્રાસ...

Tags :
Advertisement

.