Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MANI SHANKAR AIYAR CONTROVERSY પર BJP ના નેતાઓએ ઠાલવ્યો રોષ

MANI SHANKAR AIYAR CONTROVERSY: લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે.કોંગ્રેસ પાર્ટીના વિવાદિત નિવેદનને કારણે હાલ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.સામ પિત્રોડ઼ાના નિવેદન બાદ હવે મણિશંકર ઐયરે (MANI SHANKAR AIYAR )પાકિસ્તાન તરફી વેણ ઉચ્ચારતા ભાજપે ધારદાર પ્રહાર કર્યા છે.ત્યારે આવો...
mani shankar aiyar controversy પર bjp ના નેતાઓએ ઠાલવ્યો રોષ

MANI SHANKAR AIYAR CONTROVERSY: લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે.કોંગ્રેસ પાર્ટીના વિવાદિત નિવેદનને કારણે હાલ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે.સામ પિત્રોડ઼ાના નિવેદન બાદ હવે મણિશંકર ઐયરે (MANI SHANKAR AIYAR )પાકિસ્તાન તરફી વેણ ઉચ્ચારતા ભાજપે ધારદાર પ્રહાર કર્યા છે.ત્યારે આવો જાણીએ ભાજપના નેતાઓએ (BJP leaders)આ અંગે શું આપી પ્રતિક્રિયા

Advertisement

કોંગ્રેસના પાકિસ્તાન પ્રેમનો પુરાવો: શહેજાદ પૂનાવાલા

આ મામલે શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે હવે કોંગ્રેસ ભારતમાં આતંકવાદીઓને મોકલનાર પાકિસ્તાનને સન્માન આપવાની વાત કરી રહી છે. કોંગ્રેસનો હાથ હવે આતંકવાદીઓ અને પાકિસ્તાન સાથે દેખાઈ રહ્યો છે અને હવે તેનો એક પુરાવો સામે આવ્યો છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પરિવારના નજીકના મણિશંકર ઐયર, જે એક સમયે પીએમ મોદીને હટાવવા માટે પાકિસ્તાનની મદદ લેવા ગયા હતા, તે હવે પાકિસ્તાનની તાકાત અને શક્તિની વાત કરી રહ્યા છે. તેના પરમાણુ બોમ્બ બતાવે છે.

Advertisement

પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે :ગિરિરાજસિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મણિશંકર ઐયરના નિવેદન પર કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. અય્યર પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. આ કોંગ્રેસના દંભીઓ છે. ભારત શક્તિશાળી છે. જો પાકિસ્તાન આંખ બતાવે તો નકશા પર દેખાશે નહીં. કોંગ્રેસના લોકો આતંકવાદીઓની ભાષા બોલી રહ્યા છે.

Advertisement

રહે છે ભારતમાં પણ દિલ કોંગ્રેસમાં :અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ અય્યરના નિવેદન પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ કોંગ્રેસનો ડર અને આતંક છે. આ છે પાકિસ્તાન પ્રેમ. કોંગ્રેસના નેતાઓ ભારતમાં રહે છે પરંતુ તેમના દિલ પાકિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં કોઇ દમ નથી. ભારત જાણે છે કે પાકિસ્તાનને કેવી રીતે સુધારવું.

કોંગ્રેસની વિચારધારા સ્પષ્ટ થઇ ગઇ : રાજીવ ચંદ્ર શેખર

આ મામલે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મણિશંકર ઐયરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણીઓમાં રાહુલ ગાંધીની કોંગ્રેસની વિચારધારા સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગઈ છે કે પાકિસ્તાનને સમર્થન આપો. આતંકવાદ સાથે સંકળાયેલી સંસ્થાઓનું સમર્થન કરો. મોટા પાયે ભ્રષ્ટાચાર અને પૈસાની લૂંટ ચલાવો. સામ પિત્રોડાની જાતિવાદી અને વિભાજનકારી ટિપ્પણીઓ જગજાહેર છે. મુસ્લિમ સમુદાયનું તુષ્ટીકરણ. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાણ અને કોંગ્રેસના મણિશંકર ઐયરનો આજનો એપિસોડ.

ઐયરે પોતાનો ઇલાજ કરાવવાની જરૂર : રવિ કિશન

બીજેપી સાંસદ રવિ કિશને પણ કહ્યું હતું કે પાકિસ્તાન તો વાટકો લઇને ખાવાનુ માંગી રહ્યુ છે. ઐયરે પોતાનો ઇલાજ કરાવવાની જરૂર છે. આ મોદીનું ભારત છે કોંગ્રેસના સમયનું ભારત નથી. પાકિસ્તાનના લોકોને મોદીનો ફોટો જોતાની મરચા લાગવા લાગે છે.

આ પણ  વાંચો - MANI SHANKAR AIYAR CONTROVERSY : પિત્રોડા બાદ મણિશંકર ઐયરએ વધારી કોંગ્રેસની ટેન્શન

આ પણ  વાંચો - Hyderabad : RTC બસમાં લોકો સાથે મુસાફરી કરતાં જોવા મળ્યા રાહુલ ગાંધી, જુઓ Video

આ પણ  વાંચો - MP News : ‘બે પત્નીવાળાને રૂ. 2 લાખ મળશે…’! કોંગ્રસ નેતાના વિચિત્ર દાવાથી રાજકારણ ગરમાયું, BJP નો પ્રહાર

Tags :
Advertisement

.