Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bilkis Bano Case : ગેંગરેપના 11 દોષિતોની મુક્તિ મામલે SC આજે આપશે ચુકાદો!

બિલકિસ બાનો કેસમાં (Bilkis Bano Case) આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ચુકાદો સંભળાવવામાં આવશે. બિલકિસ બાનો કેસના દોષીઓની મુક્તિ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11...
bilkis bano case   ગેંગરેપના 11 દોષિતોની મુક્તિ મામલે sc આજે આપશે ચુકાદો

બિલકિસ બાનો કેસમાં (Bilkis Bano Case) આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ચુકાદો સંભળાવવામાં આવશે. બિલકિસ બાનો કેસના દોષીઓની મુક્તિ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે આજે નિર્ણય આવી શકે છે.

Advertisement

જસ્ટિસ બીવી નાગરત્ના (Justice BV Nagaratna) અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની (Justice Ujjal Bhuyan) બેંચ આ અંગે ચુકાદો આપશે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારે ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. જણાવી દઈએ કે, ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઊઠાવ્યા હતા. જો કે, કોર્ટે એમ પણ કહ્યુ હતું કે, તે સજા માફીના વિરોદ્ધમાં નથી. પરંતુ, તે સ્પષ્ટ કરવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે લાયક બન્યા.

source- google

Advertisement

શું છે સમગ્ર મામલો?

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા સ્ટેશન (Godhra Station) પર સાબરમતી એક્સપ્રેસના (Sabarmati Express) કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેન દ્વારા કારસેવકો પરત ફરી રહ્યા હતા, જેના કારણે કોચમાં બેઠેલા 59 કારસેવકોના મોત થયા હતા. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગથી બચવા માટે બિલકિસ બાનો (Bilkis Bano) પોતાની પુત્રી અને પરિવાર સાથે ગામ છોડીને ચાલી ગયા હતા. 3 માર્ચ, 2002ના રોજ, 20-30 લોકોના ટોળાએ તલવારો અને લાકડીઓ વડે બિલકિસ બાનો અને તેનો પરિવાર, જ્યાં છુપાયેલા હતા તે જગ્યાએ હુમલો કર્યો હતો. બિલકિસ બાનો પર ટોળાએ બળાત્કાર ગુજાર્યો હતો. તે સમયે બિલકિસ બાનો 5 મહિનાની ગર્ભવતી હતી. એટલું જ નહીં તેમના પરિવારના 7 સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

Advertisement

2008માં આજીવન કેદની સજા થઈ

આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો હતો. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી અમદાવાદમાં શરૂ થઈ હતી. બિલકિસે ચિંતા વ્યક્ત કરી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો.

21 જાન્યુઆરી 2008ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. વિશેષ કોર્ટે પુરાવાના અભાવે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, બિલકિસને (Bilkis Bano) નોકરી અને મકાન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - Maldives સાથેના વિવાદ વચ્ચે ભારતની આ ટ્રાવેલ કંપનીનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.