Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BIHAR : 'નાગ કા બદલા' ના સ્થાને 'નાગ સે બદલા' ; માણસ સાપને કરડયો!

BIHAR : અત્યાર સુધી આપણે એવા જ સમાચાર સાંભળ્યા છે કે સાપ માણસને કરડે અને તેના કારણે માણસનું મોત નીપજે. પરંતુ હવે જે ઘટના સામે આવી રહી છે, તે તમને ખરેખર ચોંકાવી દેશે. બિહારના નવાદા જિલ્લામાંથી ખૂબ જ અચરજ લગાડે...
06:23 PM Jul 04, 2024 IST | Harsh Bhatt

BIHAR : અત્યાર સુધી આપણે એવા જ સમાચાર સાંભળ્યા છે કે સાપ માણસને કરડે અને તેના કારણે માણસનું મોત નીપજે. પરંતુ હવે જે ઘટના સામે આવી રહી છે, તે તમને ખરેખર ચોંકાવી દેશે. બિહારના નવાદા જિલ્લામાંથી ખૂબ જ અચરજ લગાડે તેવી ઘટના સામે આવી છે. બિહારના નવાદા જિલ્લાના રાજૌલી બ્લોકના જંગલ વિસ્તારમાં મંગળવારે રાત્રે એક મજૂરને સાપે ડંખ માર્યો હતો તેના બદલામાં ગુસ્સામાં મજૂરે સાપને પણ દાંત વડે કરડ્યો, જેના કારણે સાપનું મોત થયું છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં તે ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર ઘટના

BIHAR માંથી સામે આવ્યો આ કિસ્સો

સમગ્ર બનાવ બિહારમાંથી પ્રકાશમાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ આ બનાવ બન્યો હતો. ઘટના વાસ્તવમાં એમ છે કે, જંગલ વિસ્તારમાં રેલ્વે લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું અને ઝારખંડના લાતેહાર જિલ્લાના પાંડુકા ગામનો રહેવાસી મજૂર સંતોષ લોહાર ત્યાં કામ કરી રહ્યો હતો. મોડી રાત્રે તમામ કામદારો બેઝ કેમ્પમાં સૂતા હતા ત્યારે સંતોષને સાપે ડંખ માર્યો હતો. તેના જવાબમાં ગુસ્સે ભરાયેલા મજૂરે બદલામાં સાપને ઉપર જ હુમલો કર્યો હતો. જ્યારે રેલ્વે અધિકારીઓને આ ઘટનાની માહિતી મળી, તેઓએ સંતોષને તાત્કાલિક રાજૌલી સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં દાખલ કર્યો.

સાપ કોઈને કરડે તો તે વ્યક્તિને પણ સાપે બે વાર ડંખ મારવો જોઈએ તેવી પરંપરા

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, આ ઘટના જ્યાં બની છે તે ગામમાં એવી માન્યતા છે કે જો કોઈ સાપ કોઈને કરડે તો તે વ્યક્તિને પણ સાપે બે વાર ડંખ મારવો જોઈએ. જેના કારણે સાપના ઝેરની કોઈ અસર થતી નથી. આ માન્યતાના કારણે જ સંતોષે સાપ કરડ્યો હતો. જ્યારે આ અજીબોગરીબ ઘટનાની જાણ ગ્રામજનો સુધી પહોંચી ત્યારે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ગ્રામજનોનું માનવું હતું કે સાપ ઝેરી નથી, નહીંતર સંતોષનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો. ઘણા ગ્રામજનો સંતોષના આ કામને બહાદુરી ગણાવી રહયા છે. હાલ આ ઘટના બધી જ જગ્યા ઉપર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : Parliament : હવે સાંસદો શપથ સમયે નારા નહીં લગાવી શકે, સ્પીકર ઓમ બિરલાએ કર્યો મોટો ફેરફાર…

Tags :
BiharBIhar NewsBIHAR SNAKEBIHAR SNAKE INCIDENTGujarat FirstODD NEWS
Next Article