મને નીતિશ કુમાર પર પૂરો વિશ્વાસ છે, કહીને શ્યામ રજક JDU માં જોડાયા
હું કોઈ નિષ્ણાત ચેસ ખેલાડી નથી
Shyam Rajak એ તેજસ્વી યાદવ પર શાબ્દિક હુમલો કર્યો
ફરી એકવાર Shyam Rajak JDU માં જોડાયા છે
Shyam Rajak In JDU : બિહારના પૂર્વ મંત્રી Shyam Rajak એ નીતિશ કુમારની પાર્ટી JDU માં સામેલ થઈ ગયા છે. JDU ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ Shyam Rajak ને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. આ દરમિયાન પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહા અને મંત્રી વિજય ચૌધરી સહિત ઘણા નેતાઓ હાજર હતાં. Shyam Rajak એ 22 ઓગસ્ટે જ રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપી દીધું હતું.
હું કોઈ નિષ્ણાત ચેસ ખેલાડી નથી
22 ઓગસ્ટે Shyam Rajak એ RJD માંથી રાજીનામું આપતાં શતરંજનો ઉલ્લેખ કરીને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું કોઈ નિષ્ણાત ચેસ ખેલાડી નથી. જેના કારણે મારી સાથે છેતરપિંડી થઈ છે. તમે પ્યાદા ચલાવતા હતાં, અને હું સગપણ નિભાવતો હતો. ફુલવારી શરીફમાં જે વિકાસ થવો જોઈતો હતો તે નથી થયો, હું તેનાથી દુખી છું. જનતા પણ તેનાથી દુખી છે. ફુલવારી શરીફના લોકોના રસોડા સુધી મારી પહોંચ હતી, પરંતુ ત્યાં વિકાસ ન થવાનો મને અફસોસ છે.
આ પણ વાંચો:રાજીનામા બાદ KC Tyagi નું મોટું નિવેદન, કહ્યું- 'હજુ પણ JDU સાથે, BJP નો વિરોધ નથી'
Shyam Rajak એ તેજસ્વી યાદવ પર શાબ્દિક હુમલો કર્યો
JDU માં પરત ફરતાની સાથે જ Shyam Rajak એ તેજસ્વી યાદવ પર હુમલો કર્યો છે. અનામતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે બંધ રૂમમાં બેસીને આંદોલન થતું નથી. તેઓએ રસ્તા પર જઈને પરસેવો પાડવો જોઈએ. નીતિશ કુમારે બિહારમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરી અને અનામતનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. મને નીતિશ કુમાર પર પૂરો વિશ્વાસ છે, તેથી જ હું JDU માં પરત ફરી રહ્યો છું.
ફરી એકવાર Shyam Rajak JDU માં જોડાયા છે
Shyam Rajak એ બિહારના રાજકારણમાં જાણીતું નામ છે. તેમણે જેપી આંદોલનથી તેમની રાજનીતિની શરૂઆત કરી અને પછી તેઓ લાલુ યાદવ સાથે જોડાયા હતાં. આ દરમિયાન તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતાં. જોકે, બાદમાં તેઓ RJD છોડીને 2009 માં JDU માં જોડાયા હતાં. જે બાદ લગભગ 11 વર્ષ બાદ તેઓ JDU માંથી RJD માં જોડાયા હતાં અને હવે ફરી એકવાર Shyam Rajak JDU માં જોડાયા છે.
આ પણ વાંચો: જબલપુર-હૈદરાબાદ IndiGo ફ્લાઈટને બોમ્બની ધમકી, ડાયવર્ટ કરાઈ