Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારની રાજનીતિમાં હવે નવો વળાંક! ચૂંટણી રણનીતિકારે બનાવી પોતાની અલગ પાર્ટી, જાણો કોણ બન્યા અધ્યક્ષ

Jan Suraaj Party Chief : બિહારની રાજનીતિમાં હવે એક નવા પક્ષે પ્રવેશ કરી લીધો છે. આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં તેમની પાર્ટી જન સૂરજની જાહેરાત કરી હતી. પ્રશાંત કિશોર જે અત્યાર સુધી અન્ય પાર્ટીઓ માટે...
બિહારની રાજનીતિમાં હવે નવો વળાંક  ચૂંટણી રણનીતિકારે બનાવી પોતાની અલગ પાર્ટી  જાણો કોણ બન્યા અધ્યક્ષ

Jan Suraaj Party Chief : બિહારની રાજનીતિમાં હવે એક નવા પક્ષે પ્રવેશ કરી લીધો છે. આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં તેમની પાર્ટી જન સૂરજની જાહેરાત કરી હતી. પ્રશાંત કિશોર જે અત્યાર સુધી અન્ય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ બનાવતા હતા તે હવે તેમની પોતાની પાર્ટી માટે ચૂંટણીની રણનીતિ બનાવશે. જણાવી દઇએ કે, જન સૂરજ અભિયાનના સ્થાપક પ્રશાંત કિશોરે જન સૂરજ પાર્ટી બનાવવાની અને પાર્ટીના પ્રથમ નેતા મનોજ ભારતીના નામની જાહેરાત કરી છે.

Advertisement

કાર્યવાહક અધ્યક્ષ તરીકે મનોજ ભારતીના નામની જાહેરાત

પ્રશાંત કિશોરે પટનાના વેટરનરી કોલેજ મેદાનમાં જન સૂરજ પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ મનોજ ભારતીના નામની જાહેરાત કરી હતી, જેઓ મધુબનીના રહેવાસી છે અને દલિત જાતિમાંથી આવે છે. કાર્યવાહક પ્રમુખ મનોજ ભારતી ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે નવા પ્રમુખની પસંદગી આવતા વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે. પ્રશાંત કિશોર કોઈ દલિતને પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે તેવી ચર્ચા પહેલાથી જ હતી. મનોજ ભારતી મધુબનીના રહેવાસી છે. જમુઈ અને નેતરહાટમાંથી સ્કૂલિંગ કર્યા બાદ મનોજે IIT માંથી અભ્યાસ કર્યો છે. મનોજ ભારતી, જેઓ પાછળથી IFS ઓફિસર બન્યા, ઘણા દેશોમાં રાજદૂત રહી ચુક્યા છે.

Update...

Advertisement

આ પણ વાંચો:  Prashant Kishor ની નવી પાર્ટીની આવતીકાલે જાહેરાત...

Advertisement
Tags :
Advertisement

.