Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં રહીં ગયું કપડું અને પછી...

બિહારમાં ચોંકાવનારી ઘટના, ડોક્ટરની બેદરકારી સરકારી હોસ્પિટલમાં મહિલાના પેટમાં રહી ગયું કપડું ડિલિવરી બાદ મહિલા સાથે બની દુર્ઘટના Strange Phenomenon of Bihar : ડૉક્ટરને આપણા દેશમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. જ્યારે પણ આપણા શરીરને કોઇ તકલીફ થાય છે...
bihar   ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં રહીં ગયું કપડું અને પછી
  • બિહારમાં ચોંકાવનારી ઘટના, ડોક્ટરની બેદરકારી
  • સરકારી હોસ્પિટલમાં મહિલાના પેટમાં રહી ગયું કપડું
  • ડિલિવરી બાદ મહિલા સાથે બની દુર્ઘટના

Strange Phenomenon of Bihar : ડૉક્ટરને આપણા દેશમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. જ્યારે પણ આપણા શરીરને કોઇ તકલીફ થાય છે ત્યારે ડૉક્ટર જ તેને ઠીક કરી શકે છે, જેનુ તાજું ઉદાહરણ આપણે કોરોનાકાળમાં જોયું હતું. પણ ઘણીવાર ડૉક્ટર દ્વારા એવી ભૂલી થઇ જતી હોય છે કે જે દર્દીની તકલીફોમાં વધારો કરી જાય છે. આવી જ એક ઘટના બિહરાના જહાનાબાદમાંથી સામે આવી રહી છે. જ્યા એક સરકારી હોસ્પિટલના તબીબોએ ઓપરેશન દરમિયાન સદર હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ મહિલાના પેટમાં કપડું છોડી દીધું હતું.

Advertisement

બિહારમાં ડૉક્ટરની બેદરકારી

એક ચોંકાવનારી ઘટનામાં, એક મહિલાને ડિલિવરી બાદ પોતાના પેટમાં કપડું રહી ગયું હોવાનું સામે આવ્યું છે. આ મામલો એક અઠવાડિયા પછી પ્રકાશમાં આવ્યો જ્યારે મહિલાને પેટમાં દુખાવો થયો અને તેનું પેટ ફૂલવા લાગ્યું. જ્યારે મહિલાનું અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન કરાવ્યું તો ખબર પડી કે તેના પેટમાં કપડું રહી ગયું છે. આ અંગે મહિલાના પરિવારજનોએ સદર હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. વાસ્તવમાં, સદર બ્લોકના ગૌરાપુર ગામના રહેવાસી રાકેશ કુમારની પત્ની ખુશ્બૂને 25 જુલાઈના રોજ ડિલિવરી માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન મહિલાએ ઓપરેશન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. ઓપરેશન દરમિયાન ડોક્ટર અને આરોગ્ય કર્મચારીઓની બેદરકારી હતી, જેના કારણે મહિલાના પેટમાં કપડું રહી ગયું હતું.

Advertisement

કેવી રીતે થયો ખુલાસો?

ઓપરેશનના બે દિવસ પછી, મહિલાને પેટમાં હળવો દુખાવો અને પેટ ફૂલવાનું શરૂ થયું હતું. આ પછી સદર હોસ્પિટલના ડોક્ટરને આ અંગે ફરિયાદ કરી હતી. આ દરમિયાન ડોક્ટરે પેટમાં ગેસ હોવાનું કહીને કેટલીક દવાઓ આપી હતી. પરંતુ દુખાવો ઓછો ન થયો અને તેનું પેટ ધીમે ધીમે વધવા લાગ્યું. આ પછી મહિલાના પરિવારજનોએ તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સિટી સ્કેન કરતાં તેના પેટમાં કપડું હોવાનું જણાયું હતું. જે બાદ મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના પેટમાંથી કપડા કાઢવામાં આવ્યું. આ અંગેની માહિતી સિવિલ સર્જનને પણ આપવામાં આવી હતી.

સિવિલ સર્જને શું કહ્યું?

હોસ્પિટલના તબીબો દ્વારા થયેલી આ વિચિત્ર ઘટના પર સિવિલ સર્જને જણાવ્યું હતું કે, ઓપરેશન દરમિયાન મહિલાના પેટમાં આકસ્મિક રીતે કંઇક રહી ગયું હશે અથવા ઇન્ફેક્શન થયું હશે. જો મહિલાના પરિવારજનો ઈચ્છે તો તેઓ અન્ય ડોક્ટર પાસે ફરીથી ઓપરેશન કરાવી શકે છે, નહીં તો તેમને ઓપરેશન માટે PMCH મોકલવામાં આવશે. અહીં પ્રાઈવેટ ક્લિનિકના ડોક્ટરે કહ્યું કે મહિલાના પેટમાંથી ફરીથી ઓપરેશન કરીને કપડું કાઢી લેવામાં આવ્યું છે. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે.

Advertisement

આવી ઘટનાઓને રોકવા માટે શું કરી શકાય?

  • દરેક ડોક્ટરને દર્દીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે તાલીમ આપવી જોઈએ.
  • દરેક હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી છે.
  • દર્દીઓએ પોતાની સારવાર દરમિયાન સાવધાન રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો તુરંત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ.
  • આવી ઘટનાઓને રોકવા માટે સરકાર અને આરોગ્ય વિભાગે કડક પગલાં લેવા જોઈએ. આ સાથે જ દર્દીઓએ પણ પોતાની જાગૃતિ વધારવી
  • જોઈએ અને પોતાની સારવાર માટે જાતે જ જવાબદાર બનવું જોઈએ.

આ પણ વાંચો:  જંગલોમાં ફસાયેલા આદિવાસી પરિવાર માટે દેવદૂત બન્યા વન અધિકારી, જુઓ વીડિયો....

Tags :
Advertisement

.