Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar Board Result 2024: જાણો... 2023ની સરખામણીમાં બિહાર બોર્ડના પરિણામમાં કેટલો સુધારો આવ્યો?

Bihar Board Result 2024: બિહાર (Bihar Board Result) માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 1 થી 2 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. જોકે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ દેશમાં સૌથી પહેલા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. તે ઉપરાંત બિહાર (Bihar)...
bihar board result 2024  જાણો    2023ની સરખામણીમાં બિહાર બોર્ડના પરિણામમાં કેટલો સુધારો આવ્યો

Bihar Board Result 2024: બિહાર (Bihar Board Result) માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 1 થી 2 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. જોકે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ દેશમાં સૌથી પહેલા બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. તે ઉપરાંત બિહાર (Bihar) શિક્ષણ વિભાગ દ્વારા સૌથ પ્રથમ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જૈ પૈકી બિહાર બોર્ડ અધ્યક્ષ આનંદ કિશોરએ 23 માર્ચ 2024ના રોજ બિહારમાં ધોરણ 12ની બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ વર્ષે લગભગ 13 લાખ વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડ ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી હતી.

Advertisement

સ્ટ્રીમવર્ષ 2023 ટોપર પાસ ટકાવારીવર્ષ 2024 ટોપર ટકાવારી
વિજ્ઞાન94.80%96.2%
કોર્મસ95%95.6%
કળા95%96.4%

BSEB Inter Result 2024

કુલ 12,91,684 વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડ ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી હતી. તેમાંથી 11,26,439 વિદ્યાર્થીઓ બિહાર બોર્ડની 12મી પરીક્ષા 2024માં સફળ જાહેર થયા છે. બિહાર બોર્ડના ધોરણ 12મા એકંદર પાસ ટકાવારી 87.21 રહી છે. જ્યારે આ વર્ષે બિહાર બોર્ડના ધોરણ 12મા પરિણામ 2024માં 1,65,248 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

Bihar Board 12th Arts Result 2024

આ વર્ષે કુલ 6,34,480 વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડ અંતર્ગત ધોરણ 12માં આર્ટ્સની પરીક્ષા આપી હતી. જેમાંથી 5,46,621 સફળ થયા છે. બિહાર બોર્ડમાં ધોરણ 12ની આર્ટસની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 86.15% રહી છે. જેમાં 87,859 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

Advertisement

Bihar Board 12th Commerce Result 2024

આ વર્ષે કુલ 39,658 વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડની ધોરણ 12માં કોમર્સની પરીક્ષા આપી હતી. જેમાંથી 37,629 પાસ થયા છે. બિહાર બોર્ડની ધોરણ 12માં કોમર્સની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 94.88% રહી છે. જેમાં 2029 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

Bihar Board 12th Science Result 2024

આ વર્ષે કુલ 6,17,334 વિદ્યાર્થીઓએ બિહાર બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જેમાંથી 5,42,008 સફળ થયા છે. બિહાર બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 87.80% રહી છે. જેમાં 75326 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

Advertisement

આ પણ વાંચો: Himachal Pradesh : કોંગ્રેસના 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: Elvish Yadav News Update: એલ્વિશ યાદવને મળ્યા જામીન, 5 દિવસ પછી લકસર જેલમાંથી બહાર આવશે

આ પણ વાંચો: Congress Tax Case : દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસને મોટો ફટકો, Tax Reassessment કેસમાં પિટિશન ફગાવી…

Tags :
Advertisement

.