Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BIHAR : 'બિહારની બ્રિજ મિસ્ટ્રી' અજ્ઞાત વ્યક્તિ બનાવી ગયો 693 પુલ!

BIHAR માં જૂન મહિનાથી અત્યાર સુધીમાં કુલ 15 પૂલ ધરાશાઈ થયા બિહાર સરકારે આ પુલ અંગે તપાસના આદેશ આપ્યા હતા જળ સંસાધન વિભાગની તપાસમાં 693 પુલ અને કલ્વર્ટ દાવા વગરના અહેવાલમાં બાંધકામ એજન્સીઓ અંગે “અજ્ઞાત” લખવામાં આવ્યું BIHAR :...
bihar    બિહારની બ્રિજ મિસ્ટ્રી  અજ્ઞાત વ્યક્તિ બનાવી ગયો 693 પુલ
  • BIHAR માં જૂન મહિનાથી અત્યાર સુધીમાં કુલ 15 પૂલ ધરાશાઈ થયા
  • બિહાર સરકારે આ પુલ અંગે તપાસના આદેશ આપ્યા હતા
  • જળ સંસાધન વિભાગની તપાસમાં 693 પુલ અને કલ્વર્ટ દાવા વગરના
  • અહેવાલમાં બાંધકામ એજન્સીઓ અંગે “અજ્ઞાત” લખવામાં આવ્યું

BIHAR : છેલ્લા કેટલાક સમયથી બિહાર (BIHAR) તેના પુલના કારણે ખૂબ જ ચર્ચામાં છે. ફક્ત જૂન મહિનાથી અત્યાર સુધીમાં કુલ 15 પૂલ ધરાશાઈ થયા છે તો વધુમાં ઘણા એવા પણ પૂલ છે કે જે ખૂબ જ અયોગ્ય અને બિનજરૂરી જગ્યા ઉપર બનાવવામાં આવ્યા હોય. હવે આ પુલની બાબતમાં જે વિગત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી છે. મળતી માહિતીના અનુસાર, જળ સંસાધન વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ કેનાલો અને નાળાઓ પર બનેલા 693 પુલ અને કલ્વર્ટ દાવા વગરના છે. બિહાર સરકારે આ મામલે કાર્યવાહી શરૂ કરી તો તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

'693 પુલ' લાવારીસ?

છેલ્લા ઘણા સમયમાં બિહારમાં (BIHAR) બ્રિજ ધરાશાઈ થવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા બિહારના અરરિયા જિલ્લામાંથી પણ એક તસવીર સામે આવી હતી. મેદાનની વચ્ચે બનેલા આ પોલીસ સ્ટેશનની નીચે ન તો નદી હતી કે ન તો કોઈ ગટર. બિહાર સરકારે પણ આ પુલ અંગે તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ હવે બિહારમાં બ્રિજના અંગે નવો ખુલાસો સામે આવ્યો છે. જળ સંસાધન વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, વિવિધ કેનાલો અને નાળાઓ પર બનેલા 693 પુલ અને કલ્વર્ટ દાવા વગરના છે. જી એક બે નહીં પરંતુ કુલ 693 પુલને કયા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા? આ પુલ બનાવવા પાછળના જવાબદાર કોણ છે? આ બધી જ બાબતોની હજી સુધી કોઈ પણ ખાતરી થઈ નથી. હવે આ પુલો અંગે ગ્રામ વિકાસ વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવી છે.

Advertisement

BIHAR ના 14 જિલ્લામાં બનાવાયા છે આ પુલ

Advertisement

બિહારમાં આ લાવારીસ 693 પુલ કુલ 14 જિલ્લાઓમાં આવેલા છે. બિહારના મુઝફ્ફરપુર, ચંપારણ, મધુબની, અરરિયા, સુપૌલ, મધેપુરા, સારણ, સિવાન, સહરસા, કટિહાર, વૈશાલી અને પૂર્ણિયા જિલ્લામાં આ પુલ બાંધવામાં આવ્યા છે. અહી નોંધનીય બાબત એ છે કે, અહી મોટાભાગના પુલ જર્જરિત હાલતમાં છે. આ અહેવાલ બાદ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ જારી કરવામાં આવી છે. ગ્રામ વિકાસ વિભાગની સૂચનાથી જળ સંસાધન વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસની યાદી સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. આ કુલ 693 બ્રિજને અંગે જળ સંસાધન વિભાગના અહેવાલમાં બાંધકામ એજન્સીઓ અંગે “અજ્ઞાત” લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Punjab Rail : પંજાબ મેલમાં આગની અફવાથી નાસભાગ મચી, 20 મુસાફરો ઘાયલ, 7 ની હાલત ગંભીર

Tags :
Advertisement

.