Ayodhya : PM મોદી પહોંચ્યા ભગવાન રામલલાની શરણે, યોજ્યો ભવ્ય રોડ શો
Ayodhya : લોકસભાની ચૂંટણીનો માહોલ હાલ આખા દેશમાં જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા આજે અયોધ્યા ( Ayodhya ) રામલલાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેક સમારોહ બાદ પીએમ મોદીએ આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાત લીધી છે.
ભગવાન રામલલાના દર્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રોડ શો કરી રહ્યા છે અને આ રોડ શો માં વડાપ્રધાનનું અભિવાદન ઝીલવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
વડાપ્રધાન મોદીના રોડ શોમાં ઉમટી જનમેદની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દંડવત કરીને ભગવાન શ્રી રામલલાના દર્શન કર્યા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો હાલ ચાલી રહ્યો છે. અહી નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ રોડ શો માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. PM મોદી ફૈઝાબાદ લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરી રહ્યા છે. અયોધ્યામાં પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે હાલ વડાપ્રધાન મોદીના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
અયોધ્યાથી કોણ કોણ મેદાનમાં છે?
અહીં અયોધ્યામાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. આ બેઠક એટલે કે ફૈઝાબાદ લોકસભા મતવિસ્તારમાંથી બસપાએ પોતાના ઉમેદવાર તરીકે બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. BSP માં જોડાયા બાદ માયાવતીએ અયોધ્યાથી આંબેડકર નગરના ભાજપના પૂર્વ જિલ્લા અધ્યક્ષ સચ્ચિદાનંદ પાંડે 'સચિન'ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે આ સીટ પર અવધેશ પ્રસાદ પર લલ્લુ સિંહ અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : Chhattisgarh: આ મહિલા નેતાએ પણ રાજીનામું આપતાં કોંગ્રેસમાં ખળભળાટ