Ayodhya Ram Mandir-૩૪ વર્ષ પહેલાં સંકલ્પ લીધેલો કે રામમંદિર નહીં બને ત્યાં સુધી અયોધ્યા નહીં છોડું
Ayodhya Ram Mandir અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિરના ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામજીના બાળસ્વરૂપ રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે.
આજે તો અયોધ્યાનગરીની (Ayodhya Ram Mandir)_ કાયાપલટ થઈ ગઈ છે, પરંતુ ૮૪ વર્ષના અનુદાદાએ જ્યારે ૧૯૯૦માં અયોધ્યામાં રામજન્મભૂમિથી દૂર રામમંદિર માટે કામ શરૂ કર્યું એ જગ્યાએ(‘બાવળ અને બંદર’ એમ બે હતા,
કોઈ સારા માણસ જોવા ન મળે. અનેક અડચણો આવી, મુશ્કેલીઓ વેઠી, જેલમાં જવુ પડ્યું, પણ હિંમત ન હાર્યા,પાછળ હટ્યા નહી અને સંકલ્પ કર્યો કે જે થવું હોય એ થાય, રામમંદિર બનાવીને જઈશ. આ સંકલ્પ સાથે જ ફૅમિલી સાથે તેઓ અયોધ્યામાં જ વસી ગયા અને અયોધ્યાવાસી બની ગયા. આજે તેઓ તેમનો સંકલ્પ પૂરો થતો જોઈ રહ્યા છે ત્યારે તેમને બેહદ ખુશી છે કે મારા જીવતેજીવ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે.
1990માં પહેલીવાર રામ મંદિરના નિર્માણ માટે Ayodhya Ram Mandir અયોધ્યામાં ઘણા બધા પથ્થરો લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અનુભાઈ સોમપુરા નામના વ્યક્તિ દ્વારા આ પથ્થરોને કોતરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
છેલ્લા 33 વર્ષથી અહીં ચાલી રહેલા પથ્થરની કોતરણીના કામની દેખરેખ
હવે 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થવાનો છે. 1990માં 51 વર્ષના અનુભાઈ સોમપુરા હવે 84 વર્ષના છે. તેઓ જ છેલ્લા 33 વર્ષથી અહીં ચાલી રહેલા પથ્થરની કોતરણીના કામની દેખરેખ રાખે છે. અનુભાઈની દેખરેખ હેઠળ કોતરવામાં આવેલો પહેલો પથ્થર મંદિરના પાયામાં મૂકવામાં આવ્યો છે. તે સમયે દરેક પથ્થર હાથથી કોતરેલા હતા. હવે 33 વર્ષની રાહ જોયા બાદ તેઓ મંદિર બનતા જોઈ રહ્યા છે.
“1990 માં પ્રથમ વખત, અમે પથ્થર મૂક્યો અને પૂજા પણ કરી. તેમની સાથે નૃત્ય ગોપાલદાસ મહારાજ પણ હતા. અમે જ અહીં પ્રથમ છીણીનો ઉપયોગ કર્યો હતો. પહેલા 2 પથ્થરો લાવવામાં આવ્યા હતા. "બંને હજી અહીં જ છે."
૧૯૯૦-’૯૨નો એ સમય, જ્યારે અયોધ્યા જવું હોય તો વિચાર કરવો પડે એવી હાલત હતી. અયોધ્યાની એ પવિત્ર ભૂમિ પર જ્યાં પ્રભુ શ્રીરામનું દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવા માટે સંતો-મહંતો સહિતના આગેવાનોએ નિર્ણય કર્યો હતો અને નકશો પણ તૈયાર કર્યો હતો, પણ રામમંદિરના નિર્માણકાર્ય માટે ત્યાં જવા કારીગરો ગભરાતા હતા એવા સમયે અમદાવાદના અનુભાઈ સોમપુરા તેમના નાના ભાઈ અને પુત્રને લઈને ચંદ્રકાન્તભાઈ સોમપુરાના કહેવાથી અયોધ્યા ગયા અને ૧૯૯૦માં વનવગડા જેવી જગ્યામાં બેસીને બે પથ્થર લાવીને રામમંદિરના(Ayodhya Ram Mandir) નિર્માણકાર્યનું મુહૂર્ત કર્યું હતું અને એ સાથે રામમંદિરના પુનઃનિર્માણનો અને નવનિર્મિત રામમંદિરનો પ્રારંભ થયો હતો.