Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AYODHYA LIVE : જાણો રામનગરીમાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા, અસામાજિક તત્વો સામે લેવાશે આ પગલા

AYODHYA RAM MANDIR SECURITY : જેમ જેમ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આખો દેશ રામમય બનતો જઈ રહ્યો છે. જે ક્ષણની વાટ વિશ્વભરના હિન્દુઓ વર્ષો વરસથી જોઈ રહ્યા હતા તે ક્ષણ આવવાને...
ayodhya live   જાણો રામનગરીમાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા  અસામાજિક તત્વો સામે લેવાશે આ પગલા
Advertisement

AYODHYA RAM MANDIR SECURITY : જેમ જેમ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આખો દેશ રામમય બનતો જઈ રહ્યો છે. જે ક્ષણની વાટ વિશ્વભરના હિન્દુઓ વર્ષો વરસથી જોઈ રહ્યા હતા તે ક્ષણ આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અયોધ્યાની સાથે સાથે આખું ભારત અને ભારતની પ્રજા અયોધ્યાની પાવન ધરા ઉપર ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે તત્પર છે. પ્રસાશન પણ આ અતિ ભવ્ય મહોત્સવની ઉજવણી માટે સજાગ થઈને સર્વ પ્રકારની તૈયારીઓમાં લાગ્યું છે.

AYODHYA RAM MANDIR

AYODHYA RAM MANDIR

Advertisement

અયોધ્યામાં ( AYODHYA ) 25000 પોલીસકર્મી ખડેપગે સુરક્ષા આપવા માટે તૈનાત

આ મહા મહોત્સવને સફળ બનાવવા માટે રામનગરી અયોધ્યામાં 25000 પોલીસકર્મી ખડેપગે સુરક્ષા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શું સુરક્ષાના પગલા લેવામાં આવેલ છે અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબત અંગે ગુજરાત ફર્સ્ટની ટીમે અયોધ્યા ખાતે હાલ ફરજ બજાવી રહેલ પોલીસકર્મી સાથે વાતચીત કરી હતી.

Advertisement

પોલીસકર્મીએ સુરક્ષાની બાબત અંગે જણાવ્યું હતું કે - સુરક્ષા અંગેની વ્યવસ્થા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. અયોધ્યા નગરીના દરેક પોઈન્ટ ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહ્યું છે. રામનગરીની મુલાકાત લેનાર દરેક યાત્રીને કોઈ પણ પ્રકારની અગવડ પડે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે પણ આવા મહા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે અસામાજિક તત્વો પણ સામાન્ય રીતે પોતાનો પગ પેસારો કરતા હોય છે. તો અસામાજિક તત્વો અંગે વાત કરતાં પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, હજી સુધી તો કોઈ અસામાજિક તત્વો નડતર સ્વરૂપ બન્યા નથી. પરંતુ જો કોઈ અસામાજિક તત્વો સામે આવશે તો તેમના સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સુરક્ષા બંદોબસ્ત વિશે માહિતી આપતા કહ્યું હતું કે - હાલ 24 કલાક પોલીસ ડ્યૂટિ કરી રહી છે અને યાત્રિકોનું ધ્યાન પણ રાખી રહી છે.

આ પણ વાંચો -- Ground Zero Report : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસે…

Tags :
Advertisement

.

×