Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Arvind Kejriwal : ED ની કાર્યવાહી વચ્ચે દિલ્હીના CM કેજરીવાલ 3 દિવસીય ગુજરાતના પ્રવાસે!

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે તેવી માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, દિલ્હીના (Delhi) સીએમ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી શકે છે. અહીં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓ સાથે સંમેલન અને...
11:10 AM Jan 04, 2024 IST | Vipul Sen

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે તેવી માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, દિલ્હીના (Delhi) સીએમ 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ ગુજરાતના (Gujarat) પ્રવાસે આવી શકે છે. અહીં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓ સાથે સંમેલન અને જાહેર સભા કરશે. આ સિવાય સીએમ કેજરીવાલ જેલમાં બંધ આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારને પણ મળી શકે છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે, ED ની ટીમ કેજરીવાલના (Arvind Kejriwal) ઘરે દરોડા પાડી શકે છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે. બુધવારે દિલ્હીના સીએમ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાના હતા. ED એ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું હતું. પરંતુ, સીએમ કેજરીવાલ એક વખત પણ ED સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલની ધરપકડના ડરથી કાર્યકર્તાઓ AAP મુખ્યાલયની બહાર એકઠા થવા લાગ્યા છે.

AAP નેતાઓએ પોસ્ટ કરી કહી આ વાત

સાથે જ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુરુવારે સવારે AAP નેતા આતિશીએ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરી હતી. પોસ્ટ અનુસાર, દિલ્હી સરકારના મંત્રી આતિશીએ બુધવારે રાત્રે લખ્યું કે, તેમને સમાચાર મળ્યા કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ગુરુવારે સવારે અરવિંદ કેજરીવાલના ઘર પર દરોડા પાડવા જઈ રહ્યું છે અને તેમની ધરપકડ પણ થઈ શકે છે. તે જ સમયે, સીએમ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો છે કે ED આજે CM કેજરીવાલના ઘર પર દરોડા પાડી શકે છે. જે બાદ તેમની ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચો - Congress : રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈ આજે દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાશે

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AAPArvind KejriwalAtishi MarlenaBJPChaitar VasavaDelhidelhi liquor policy scamEnforcement DirectorateGujaratGujarat FirstGujarati NewsI.N.D.I.A.Lok Sabha elections 2024
Next Article