ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વધુ એક ટ્રેન અકસ્માત! માલગાડી સાથે અથડાઈ મૈસુર દરભંગા એક્સપ્રેસ

વધુ એક ટ્રેન અકસ્માત મૈસુર દરભંગા એક્સપ્રેસને નડ્યો અકસ્માત માલગાડી સાથે ટ્રેનની ટક્કર તામિલનાડુમાં સર્જાઈ દુર્ઘટના Train Accident : બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ...
09:54 PM Oct 11, 2024 IST | Hardik Shah
Train Accident

Train Accident : બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટના કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ મામલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાઈ

તમિલનાડુંના તિરુવલ્લુર જિલ્લાના કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ દરભંગા એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બામાં આગ લાગી હતી. રેલવે સૂત્રોનું કહેવું છે કે, દરભંગા એક્સપ્રેસ ટ્રેન રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભી રહેલી માલગાડીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે બોગીમાં આગ લાગી છે, જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. દુર્ઘટનાની મોટાભાગે માલસામાન ટ્રેનને અસર થઈ છે. આ દુર્ઘટનામાં કેટલાક મુસાફરોને ઈજા થઈ હોવાનું પણ કહેવાય છે. તાજેતરમાં આગ પર કાબુ મેળવી શકાયો નથી. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો

મળતી માહિતી અનુસાર, તામિલનાડુના તિરુવલ્લુરમાં રાત્રે 8:50 વાગ્યે ટ્રેન નંબર 12578 મૈસૂર-દરભંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાયા બાદ બે કોચમાં આગ અને ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી ઘણા વધુ કોચ પાટા પરથી ઉતરી જવાના સમાચાર છે. સ્થાનિક પ્રશાસને કહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો:  ચાલુ ઉડાને Air India ની ફ્લાઈટમાં આવી ટેકનિકલ ખામી, કલાકો સુધી આકાશમાં ઉડ્યા બાદ...

Tags :
BiharDarbhanga ExpressGujarat FirstHardik Shahkavarapettai railway stationTamilNaduTiruvallurTiruvallur train accidenttrain accidentTrain accident in tamilnaduTrain Accident News
Next Article